ઞઅઊમાં અણુ વીજમથક નજીક ડ્રોન હુમલો : પરિસરમાં લાગી આગ
નવીદિલ્હી,
તા.17 : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એકવાર ઈરાનને સખ્ત શબ્દોમાં ધમકી
આપતાં કહ્યું હતું કે, જો ઈરાન જલ્દી શાંતિ સમજૂતી નહીં કરે તો તહેરાનનો બહુ ખરાબ સમય
આવવાનો છે. દરમિયાન યુએઈમાં આજે ફરીથી એક મોટો ડ્રોન હુમલો થયો હતો. અબુ ધાબીનાં બરાકાહ
પરમાણુ વીજમથક બહાર ડ્રોનના હુમલા પછી મોટી આગ ભભૂકી ઉઠી હતી.
અબુધાબીમાં
અણુ વીજમથક પરિસરમાં એક ઇલેક્ટ્રિકલ જનરેટરમાં ડ્રોન હુમલા પછી આગ ભડક્યાના અહેવાલ
છે. જો કે આ હુમલામાં કોઈ જાનહાનિ કે રેડિયેશનનો ખતરો ઉભો થયો નથી. ઉલ્લેખનીય છે કે,
ડ્રોન હુમલાની ચપેટમાં આવલું આ વીજમથક આરબ દુનિયાનું પ્રથમ પરમાણુ ઊર્જામથક ગણાય છે.
બીજીબાજુ
ચીનની યાત્રા પછી અમેરિકા પરત ફરેલા ટ્રમ્પે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ઈરાને
સમજૂતીમાં રસ લેવો જોઈએ અન્યથા તેને ભારે કિંમત ચૂકવવી પડશે. બીજીબાજુ ઈરાનના વિદેશમંત્રી
અબ્બાસ અરાઘચીએ જણાવ્યું હતું કે, ટ્રમ્પ પ્રશાસન તરફથી વાતચીત જારી રાખવાની ઈચ્છા
દર્શાવવામાં આવી રહી છે. જો કે અમેરિકા ઉપર ઘેરા અવિશ્વાસનાં પરિણામે વાટાઘાટની પ્રક્રિયા
ધીમી પડી રહી છે.
ઈરાન
ઉપર ફરીથી અમેરિકાના હુમલાની આશંકા મજબૂત બની છે ત્યારે શાંતિ સમજૂતી માટે ઈરાને રાખેલી
શરતોમાંથી અમેરિકાએ નુકસાનનું વળતર ચૂકવવા અને અગાઉથી લાગેલાં પ્રતિબંધો હટાવવા સહિતની
શરતો માનવા ઈનકાર કરી દીધો હોવાના અહેવાલો આવી રહ્યા છે. જેને પગલે ફરીથી બન્ને દેશ
વચ્ચે તંગદિલી વધુ ઘેરી બની ગઈ છે.
હોર્મુઝમાં
જહાજો ઉપર હુમલા અસ્વીકાર્ય
યુનોમાં
ભારત ભડક્યું : જહાજો અને ચાલકદળની સલામતી મુદ્દે ગંભીર રજૂઆત
નવીદિલ્હી,
તા.17 : પશ્ચિમ એશિયામાં ચાલતાં ઘર્ષણમાં હોર્મુઝ જળમાર્ગમાં જહાજોની સુરક્ષા મુદ્દે
ભારતે આંતરરાષ્ટ્રીય મંચ ઉપર અત્યંત આકરું વલણ અખત્યાર કર્યું છે. સંયુક્તરાષ્ટ્રમાં
ભારતના સ્થાયી પ્રતિનિધિ પાર્વથાનેની હરીશે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, હોર્મુઝમાં
જહાજોને નિશાન બનાવવા, ચાલકદળને ખતરામાં નાખવા અને જહાજોનાં આવાગમનની સ્વતંત્રતાને
અવરોધવી સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.
ભારતનાં
રાજદ્વારી હરીશે સંયુક્તરાષ્ટ્ર આર્થિક અને સામાજિક પરિષદની એક વિશેષ બેઠકમાં કહ્યું
હતું કે, સુરક્ષિત માર્ગ સંબંધિત આંતરરાષ્ટ્રીય કાયદાનું પૂરું સન્માન થવું જોઈએ. તેમનું
આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઓમાનનાં તટ નજીક ભારતનાં એક જહાજ ઉપર હુમલો કરવામાં
આવ્યો હતો.
શરીશે
સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટમાં લખ્યું હતું કે, વૈશ્વિક ઊર્જા અને પુરવઠાને સુરક્ષિત
રાખવા માટે બોલાવવામાં આવેલી આ બેઠકમાં પશ્ચિમ એશિયા સંકટનાં કારણે ઉત્પન્ન થયેલી ઊર્જા
અને ખાતર કટોકટીને પહોંચી વળવા માટે ભારતનાં દૃષ્ટિકોણ વિશે પણ બેઠકમાં વાત કરવામાં
આવી હતી.