• રવિવાર, 17 મે, 2026

પિતાએ પોપટના બચ્ચા પાળવા મુદ્દે ઠપકો આપતા યુવાને ગળાફાંસો ખાધો અમરેલી જિલ્લામાં અપમૃત્યુના ચાર બનાવ

અમરેલી, તા.16: અમરેલી જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન અપમૃત્યુના અલગ અલગ ચાર બનાવ પોલીસમાં જાહેર થતાં સ્થાનિક પોલીસે બનાવ અંગે કાર્યવાહી હાથ ધરી છે. પ્રથમ બનાવમાં ધારી તાલુકાના ચલાલા ગામે રહેતી અને અભ્યાસ કરતી ક્રિષ્નાબેન દિવ્યેશભાઇ ઉનડકટ નામની 17 વર્ષીય વિદ્યાર્થિનીએ ગત તા.15ના પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લેતાં તેણીનું મૃત્યુ નીપજ્યાંનું હતું. બીજા બનાવમાં બાબરા તાલુકાના વાવડી ગામે રહેતાં વૈભવ અરાવિંદભાઈ ખોડાભાઈ કુંવરિયા નામનાં યુવાનને તેના પિતાએ પોપટના બચ્ચાને પાળવા બાબતે ઠપકો આપતા તેને મનમાં લાગી આવતા તેણે ગત તા.14ના રાત્રે ગળાફાંસો ખાઈ લીધો હતો. ત્રીજા બનાવમાં અમરેલી સિવિલ હોસ્પિટલ ટ્રોમા સેન્ટરના પાછળના ભાગે આવેલ ઓ.પી.ડી વિભાગમાં સારવારમાં દાખલ થયેલા અજાણ્યા પુરુષનું ગત તા.14ના રાત્રે મૃત્યુ હતું.

જ્યારે ચોથા બનાવમાં રાજુલા તાલુકાના હિંડોરણા મહાવીર ટોકિઝની પાછળ રહેતાં લાલજીભાઇ પથુભાઇ સોલંકી નામના 56 વર્ષીય આધેડ ગત તા.14 અકસ્માતે ધાતરવાડી નદિના પટના પાણીના મોટા ખાડામાં પાણીમાં ડૂબી જતાં તેમનું મૃત્યુ નિપજ્યાનું પોલીસમાં જાહેર થયું છે. તમામ બનાવ અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક