• બુધવાર, 01 એપ્રિલ, 2026

જામનગરમાં મનપા વિશે બદનક્ષીજનક વીડિયો વાયરલ કરનાર સામે ગુનો

જામનગર, તા.31 : જામનગરમાં સોશિયલ મીડિયા પર મહાનગરપાલિકા તેમજ તેના અધિકારીઓ અને કર્મચારીઓ વિશે બદનક્ષીજનક વીડિયો વાયરલ કરનાર શખ્સ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

જામનગરના જયદીપાસિંહ ઉર્ફે ઝબ્બો ઉર્ફે મહાકાલ ઝાલા સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને તા. 27.02.2026ના રોજ ગાંધીનગર-મચ્છરનગર વિસ્તારમાં બનેલી ઘટનાને આધારે જામનગર મહાનગરપાલિકાના ઇન્ચાર્જ સિક્યુરિટી અધિકારી અનવરભાઈ હુસેનભાઈ ગજણ (ઉં.વ. 42) દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આરોપી જયદીપાસિંહ ઉર્ફે ઝબ્બો ઉર્ફે મહાકાલ ઝાલા, રહે. જામનગર દ્વારા સોશિયલ મીડિયા માધ્યમથી અપશબ્દો ભરેલો વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો. જેમાં કોઈપણ આધાર-પુરાવા વગર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ તથા કર્મચારીઓ અંગે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી ખોટા અને અસત્ય આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ વીડિયોના પ્રસારણથી મહાનગરપાલિકા જેવી સંસ્થા તથા તેના કર્મચારીઓની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પ્રકારની પ્રવૃત્તિથી જાહેર શાંતિ અને વ્યવસ્થા ભંગ થાય તેમજ સંસ્થાને બહુઆયામી નુકસાન થાય તેવી શક્યતા હોવાને કારણે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક