ઈરાની સંસદની નેશનલ સિક્યોરિટી કમિટીમાં પ્રસ્તાવ : 32મા દિવસે યુદ્ધમાં સામસામા હુમલા જારી
ઈરાને
કુવૈતનું ઓઈલ ટેન્કર ઉડાડયું : સતત વિસ્ફોટોથી ધણધણતા તેહરાન અને જેરુસલેમ
અમેરિકા,
ઈઝરાયલે ઈસ્ફહાનમાં સૈન્ય મથકોને બનાવ્યા નિશાન
નવી
દિલ્હી, તા.31: ઈરાન-અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે ચાલતાં યુદ્ધમાં 32મા દિવસે પણ કોકડું
વધુ જટિલ બની જાય તેવા ઘટનાક્રમો સામે આવ્યા છે. ઈરાની સંસદની નેશનલ સિક્યોરિટી કમિટીએ
સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી સપાર થતાં જહાજો ઉપર ટોલ વસૂલવાનો નિર્ણય કર્યો છે. આ રણનીતિમાં
ત્યાંથી પસાર થતાં જહાજોએ ઈરાનને તેનાં ચલણ એટલે કે રિયાલમાં ટોલ ચૂકવવો પડશે. આ ઉપરાંત
આ પ્રસ્તાવમાં અમેરિકા અને ઈઝરાયલ સંબંધિત જહાજોની પ્રવેશબંધીની જોગવાઈનો પણ સમાવેશ
થાય છે. જો કે આ દરખાસ્ત હજી ઈરાનમાં કાયદો બની નથી કારણે કે તેને પહેલા સંસદ, ગાર્જિયન
કાઉન્સીલ અને પછી રાષ્ટ્રપતિની મંજૂરી મેળવવી પડશે.
અમેરિકાનાં
રાષ્ટ્રપતિ ઈરાનમાં જમીની હુમલો કરવાની તૈયારીમાં હોવાનાં અહેવાલ વચ્ચે ઈરાનમાં પોતાનાં
સૈનિકોને જમીન ઉપર ઉતારવાનો ઈનકાર કરનાર ઈઝરાયલનાં પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહૂએ
આજે કહ્યું હતું કે, આ જંગ ક્યારે સમાપ્ત થશે તેનો કોઈ અંદાજ નથી.
ઈરાને
આજે સવારે ફરી એકવાર ઈઝરાયલની રાજધાની જેરુસલેમ ઉપર હુમલો કર્યો હતો અને બીજીબાજુ ઈઝરાયલે
પણ તેહરાનમાં હુમલા ચાલુ રાખ્યા હતાં. જેનાં હિસાબે ત્યાં વ્યાપક વીજળી ગુલ થઈ છે.
દરમિયાન
અમેરિકા અને ઈઝરાયલે ઈસ્ફહાનમાં ઈરાનનાં સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા હોવાનાં અહેવાલો
આવ્યા હતાં. ત્યાં જાનમાલનું કેટલું નુકસાન થયું તેનો કોઈ અંદાજ હજી સુધી સામે આવ્યો
નથી. ઉલ્લેખનીય છે કે, ઈસ્ફહાન પ્રાંત ઈરાનનાં રક્ષા ઉદ્યોગ માટે એક મહત્ત્વનું કેન્દ્ર
છે અને ત્યાં પરમાણુ મથક પણ છે. અત્યાર સુધીમાં ઈરાનનાં પાંચ પરમાણુ ઠેકાણા ઉપર હુમલા
થઈ ચૂક્યા છે. જેમાં અરાક, અરદકાન, ઈસ્ફહાન, નતાંઝ અને બુશહરનાં મથકો સામેલ છે.
ઈરાન
તરફથી આજે જેરુસેલમમાં આશરે 10 મિસાઈલ દાગવામાં આવી હતી. બીજીબાજુ અમેરિકા અને ઈઝરાયલનાં
હુમલાની વાત કરવામાં આવે તો ઈરાની સેનાએ ઈસ્ફહાન ઉપર અમેરિકાનાં એમક્યૂ-9 રીપર ડ્રોનને
તોડી પાડયા હતાં.
ઈઝરાયલ
ઉપરાંત ઈરાને ખાડી દેશોને પણ નિશાન બનાવવાનું ચાલુ રાખ્યું છે. આ ક્રમમાં સાઉદીનાં
અલ-ખારજ પ્રાંતમાં ડ્રોન દાગવામાં આવ્યા હતાં. જો કે સાઉદીનાં એર ડીફેન્સે આ હુમલાને
નિષ્ફળ બનાવ્યો હતો અને ડ્રોન તોડી પાડયા હોવાનું કહેવાય છે. તો યુએઈનાં દુબઈ બંદરે
લંગરક્ષેત્રમાં મોજૂદ કુવૈતનાં વિશાળ ઓઈલ ટેન્કર ઉપરને પણ ઈરાને ઉડાવી દીધું હતું.
જેનાં હિસાબે જહાજમાં ભીષણ આગ ભડકી હતી. આ ઉપરાંત દરિયામાં ઓઈલ ત્રાવની આશંકા પણ વ્યક્ત
કરવામાં આવી હતી.