• મંગળવાર, 31 માર્ચ, 2026

અમરેલી : ચાવંડ નજીક ખાનગી બસ પલ્ટી, 5ને ઇજા

અમરેલી, તા.30: અમરેલી જિલ્લાના લાઠી તાલુકાનાં ચાવંડ ગામ નજીક એક ખાનગી બસ પલ્ટી જવાની ઘટના સામે આવી છે. ભાવનગરથી લગ્ન પ્રસંગ પૂર્ણ કરીને જામનગર પરત ફરી રહેલી બસ ચાવંડ ગામ પાસે ગોળાઈમાં પલ્ટી જતા અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં એક સિંધી પરિવાર લગ્ન પ્રસંગ પૂર્ણ કરીને ભાવનગરથી જામનગર પરત ફરી રહ્યો હતો ત્યારે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ચાવંડ ગામ નજીક રોડની ગોળાઈમાં ડ્રાઇવરે સ્ટિયરિંગ ઉપરનો કાબૂ ગુમાતા બસ અચાનક પલ્ટી ગઈ હતી. આ અકસ્માતમાં ખુશીબેન સંતાણી (ઉં.22), કિશોરભાઈ સંતાણી (ઉં.58), જ્યોતિબેન પ્રકાશભાઈ (ઉં.48), દ્રૌપદીબેન સુરેશભાઈ સંતાણી (ઉં.53) તથા

રવિભાઈ સંતાણી (ઉં.66) એમ કુલ 5 વ્યક્તિને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે લાઠી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક લોકો અને રાહદારીઓની મદદથી બચાવ કામગીરી હાથ ધરાઈ હતી.

ઇ-પેપરના નવા શુલ્ક