પંજાબ કિંગ્સના બોલર્સ સામે ગુજરાત ટાઇટન્સના બેટર્સ પર અંકુશ મુકવાનો પડકાર
ન્યૂ
ચંદિગઢ, તા.30: ભારતીય ટી-20 ટીમની બહાર ચાલી રહેલ શુભમન ગિલ અને શ્રેયસ અય્યર જયારે
આઇપીએલના મંગળવારે રમાનાર મેચમાં આમને-સામને હશે ત્યારે તેમનું લક્ષ્ય ટીમને વિજય અને
ખુદને સાબિત કરવાનું હશે. ગિલ ગુજરાત ટાઇટન્સનો અને શ્રેયસ પંજાબ કિંગ્સનો કપ્તાન છે.
બન્ને ટીમની નજર સીઝનની શરૂઆત વિજય સાથે કરવા પર રહેશે.
ગુજરાત
ટાઇટન્સની બેટિંગ ધરી શુભમન ગિલ, સાઇ સુદર્શન અને જોસ બટલર છે. બટલર ટી-20 વર્લ્ડ કપમાં
ફલોપ રહ્યો હતો. તે આઇપીએલ થકી ફોર્મ વાપસી માટે કોશિશમાં રહેશે. બોલિંગ મોરચે જીટી
પાસે સિરાજ અને પ્રસિદ્ધ જેવા અનુભવી ભારતીય બોલર છે. વોશિંગ્ટન સુંદર પણ છે.
બીજી
તરફ પંજાબ કિંગ્સ ગત સીઝનમાં ફાઇનલમાં પહોંચીને પહેલો ખિતાબ ચૂકી હતી. પંજાબના કપ્તાન
શ્રેયસ અય્યરના દેખાવ પર ટીમ ઘણી નિર્ભર રહે છે. આ ઉપરાંત પ્રભસિમરન સિંહ અને પ્રિયાંશ
આર્ય જેવા સારા આક્રમક ઓપનિંગ બેટર્સ તેની પાસે છે. શશાંક સિંહ ટીમનો છૂપો રૂસ્તમ છે.
જયારે પંજાબ માટે અર્શદીપ અને ચહલ બે એવા બોલર છે જે કોઇ ટીમની બેટિંગ લાઇન અપને ભીંસમાં
લઇ શકે છે.