બેંગ્લુરુ, તા.24: વર્તમાન ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ ટીમમાંથી એક ચોંકાવનારી ખબર સામે આવી છે. ટીમનો મહત્ત્વનો અનકેપ્ડ અનુભવી ઝડપી બોલર યશ દયાલ આઇપીએલ-2026 સીઝન બહાર થઇ ગયો છે. આરસીબી ફ્રેંચાઇઝીએ આ વાતની પુષ્ટિ કરી છે. યશ દયાલ ટીમ સાથે નથી. તેવું બયાન આપ્યું છે.
યશ
દયાલ 18 માર્ચથી આરસીબી કેમ્પથી ગાયબ છે. તેના પર ગાઝિયાબાદ અને જયપુરમાં યૌન ઉત્પીડનના
પોલીસ કેસ દાખલ થયા છે. જેમાં જયપુરના કેસમાં સગીરા સાથે મારપીટનો પણ આરોપ છે. દિલચશ્પ
વાત એ છે કે એક તરફ કાનૂની મામલે ફસાયેલ યશ દયાલે હાલમાં જ શ્વેતા પુંડીર નામની એક
યુવતી સાથે લગ્ન કર્યાં છે. લગ્નના અને હનીમૂનના
ફોટાઓ પણ સોશિયલ મીડિયા પર શેર કર્યાં છે.
રિપોર્ટ
અનુસાર પોક્સી એક્ટ અને ગંભીર કલમો યશ દયાલ પર લાગી હોવાથી બીસીસીઆઇ અને આરસીબીએ તેને
આઇપીએલથી દૂર રહેવાની સૂચના આપી છે. યશ દયાલને આરસીબીએ પ કરોડમાં રીટેન કર્યો હતો.