• બુધવાર, 25 માર્ચ, 2026

માળિયા પાસે પાવરગ્રીડના વાયરની ચોરી કરનાર ભુજના બે શખસ ઝડપાયા

મોરબી, તા.24 :  માળિયા પોલીસ ટીમે પેટ્રાલિંગ દરમિયાન અંજિયાસર ગામ પાસે મોટી સફળતા મેળવી છે. પાવરગ્રીડ લાઈનમાંથી કોપર વાયરની ચોરી કરનાર બે શખસને પોલીસે 17.50 લાખના મુદ્દામાલ સાથે દબોચી લીધા છે.

     પોલીસને બાતમી મળી હતી કે ચોરીના વાયર સાથે શખ્સો અંજીયાસર ગામના એક કારખાના તરફ જઈ રહ્યા છે. જેના આધારે વોચ ગોઠવી ઇન્ટ્રા પિકઅપ વાહનને અટકાવતા, તેમાંથી શંકાસ્પદ વાયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ભુજના રહેવાસી અનીસ સલેમામદ મોખા અને મુસ્તાક હાજી મેરની કડક પૂછપરછ કરતા તેઓએ ચોરીની કબૂલાત કરી હતી. પોલીસે 13.50 લાખની કિંમતનો 4500 મીટર કોપર વાયર અને 4 લાખનું વાહન મળી કુલ રૂ. 17,50,000નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક