• મંગળવાર, 24 માર્ચ, 2026

કાશ્મીરમાં કારોબારીના ઘરે દરોડા : લાલ કિલ્લા બ્લાસ્ટ સાથે સંબંધ

શ્રીનગર, બારામુલા,

કુપવાડા અને કુલગામ જિલ્લામાં NIAની તપાસ

નવી દિલ્હી, તા. 23 : લાલ કિલ્લા બ્લાસ્ટ મામલે એનઆઈએની ટીમ દ્વારા જમ્મુ કાશ્મીરના હંદવાડામાં દરોડો પાડવામાં આવ્યો હતો. જાણકારી અનુસાર એનઆઈએની ટીમ સવારમાં હંદવાડાના ગુલોરા વિસ્તારમાં એક કારોબારીના ઘરે પહોંચી હતી અને પછી દરોડા શરૂ થયા હતા. સૂત્રો અનુસાર એનઆઈએને લાલ કિલ્લા બ્લાસ્ટની સાજીશમાં મહત્ત્વના પુરાવા મળ્યા છે. જેનો સંબંધ હંદવાડાના કારોબારી સાથે છે.

આ કાર્યવાહી શ્રીનગર, બારામુલા, કુપવાડા અને કુલગામ જિલ્લામાં પણ થઈ હતી જ્યારે બારામુલા જિલ્લાના ડો. બિલાલ નસીર મલ્લાના ઘરે તપાસ કરવામાં આવી હતી. જેની બ્લાસ્ટ કેસમાં ધરપકડ કરાયેલી છે. દિલ્હીમાં થયેલા બ્લાસ્ટમાં 11 લોકોના મૃત્યુ થયા હતા અને 32ને ઈજા પહોંચી હતી. બાદમાં એનઆઈએએ અત્યારસુધીમાં ઘણા ડોક્ટર્સ સહિત 11 લોકોની ધરપકડ કરી છે. આ વિસ્ફોટનો મુખ્ય આરોપી ડો. ઉમર ઉન નબી બનાવમાં જ માર્યો ગયો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક