કોલકતા, તા.23 : કોલકતા નાઇટ રાઇડર્સ ટીમમાં ઇજાગ્રસ્ત ઝડપી બોલર આકાશ દીપનાં સ્થાને અનકેપ્ડ બોલર સૌરભ દુબેનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતીય ટેસ્ટ ટીમનો ઝડપી બોલર આકાશ દીપ આઇપીએલની પૂરી સીઝન બહાર થયો છે. તે હાલ બેંગ્લુરુ સ્થિત બીસીસીઆઇ ફિટનેસ સેન્ટરમાં રિહેબની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે.
આઇપીએલ
ઓકશનમાં સૌરભ દુબે પર બોલી લાગી ન હતી, પણ તે હવે આકાશ દીપનાં સ્થાને કેકેઆર ટીમમાં
સામેલ થયો છે. તે અગાઉ સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી 2022માં આઇપીએલ રમી ચૂક્યો છે. તેનાં
નામે લિસ્ટ એ ક્રિકેટમાં 8 મેચમાં 16 વિકેટ છે. તે ઇમર્જિંગ એશિયા કપમાં ભારતીય એ ટીમનો
હિસ્સો હતો. તે 7 વિકેટ સાથે પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બન્યો હતો. ઘરેલુ ક્રિકેટમાં
તે વિદર્ભ તરફથી રમે છે.