• મંગળવાર, 24 માર્ચ, 2026

પાક.ના સાહિબઝાદા ફરહાન અને ભારતની અરુંધતિ રેડ્ડીને ઈંઈઈ પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ

દુબઈ, તા.23: પાકિસ્તાનના ઓપનિંગ બેટર સાહિબઝાદા ફરહાન અને ભારતની ઝડપી બોલર અરુંધતિ રેડ્ડી ફેબ્રુઆરી મહિનામાં શાનદાર પ્રદર્શન માટે પુરુષ-મહિલા વિભાગમાં આઇસીસી પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડના હકદાર બન્યાં છે. સાહિબઝાદાએ અમેરિકી બોલર શેડલી વેન શાલ્કવિક અને ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર વિલ જેક્સને પાછળ રાખી આ એવોર્ડ હાંસલ કર્યો છે જ્યારે અરુંધતિ રેડ્ડીએ શ્રીલંકાની હર્ષિતા સમરવિક્રમા અને પાકિસ્તાનની ફાતિમા સનાને પાછળ રાખીને પહેલીવાર આઇસીસી એવોર્ડ જીત્યો છે.

સાહિબઝાદા ફરહાને ટી-20 વિશ્વ કપમાં 7 મેચમાં 2 સદીથી 383 રન કર્યા હતા જ્યારે ભારતીય મહિલા ટીમની અરુંધતિ રેડ્ડીએ ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 શ્રેણીમાં 8 વિકેટ લીધી હતી. આથી ભારતીય મહિલા ટીમનો ઓસ્ટ્રેલિયાની ધરતી પર પહેલીવાર ટી-20 શ્રેણી વિજય થયો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક