ઇચ્છાપોરમાં 23 વર્ષીય આરોપીએ ધો. 12ની વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું
સુરત,
તા. 23 : સુરત શહેરમાં દિવસેને દિવસે દુષ્કર્મના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે
અલગ અલગ વિસ્તારના દુષ્કર્મના બે બનાવો પ્રકાશમાં આવ્યા છે.
પહેલા
બનાવમાં ખટોદરા વિસ્તારમાં રહેતી એક મહિલાના પ્રથમ પતિનું અવસાન થયું હતું. ત્યારબાદ
તે પોતાની દીકરી સાથે એકલી રહેતી હતી. સામાજિક મર્યાદાઓ અને ભવિષ્યના વિચાર સાથે પરિવારજનોએ
આ મહિલાના બીજા લગ્ન મૂળ પાટણ જિલ્લાના અમિતપુરના વતની સાથે કરાવી દીધા હતા. લગ્ન બાદ
આરોપી સુરતમાં પત્ની અને તેની દીકરી સાથે સ્થાયી થયો હતો. ઘરમાં જ્યારે પત્ની ઘરકામમાં
વ્યસ્ત હોય અથવા બહાર ગઈ હોય, ત્યારે આરોપી પોતાની સાવકી દીકરીની એકલતાનો ગેરલાભ ઉઠાવતો
હતો. છેલ્લા સાત વર્ષના લાંબા સમયગાળા દરમિયાન તેણે અનેકવાર દીકરી સાથે શારીરિક અડપલાં
કર્યા હતા અને બળ જબરીથી શારીરિક સંબંધો બાંધ્યા હતાં. હવસમાં અંધ બનેલા આરોપીએ કિશોરીની
મરજી વિરુદ્ધ વારંવાર બળાત્કાર ગુજારી તેનું ગંભીર શારીરિક અને માનસિક શોષણ કર્યું
હતું. હાલમાં ખટોદરા પોલીસે પીડિત કિશોરીનુ મેડિકલ પરીક્ષણ કરાવવાની તજવીજ હાથ ધરી
છે.
બીજા
બનાવમાં ઈચ્છાપોર વિસ્તારમાં રહેતી અને ધો-12માં અભ્યાસ કરતી એક સગીરા માર્ચ-2025માં
ઈન્સ્ટાગ્રામના માધ્યમથી ક્રિષ્ણાનગર સોસાયટીમાં રહેતા મોહંમદ સાજીદ ઉર્ફે અહદ મોહંમદ
જાવેદ પઠાણ (ઉં.23)ના સંપર્કમાં આવી હતી. સાજીદે સગીરાને પોતાના પ્રેમજાળમાં ફસાવી
તેણે સગીરાને લગ્ન કરવાનું વચન આપી વિશ્વાસમાં લીધી હતી. સગીરાની મરજી વિરુદ્ધ બળજબરીથી
શારીરિક સંબંધ બાંધ્યા હતા. પરિવારે હિંમત હાર્યા વગર ઈચ્છાપોર પોલીસ મથકમાં ફરિયાદ
નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં જ આરોપી મોહંમદ સાજીદ પઠાણની ધરપકડ
કરી પૂછપરછ હાથ ધરી હતી.