• મંગળવાર, 24 માર્ચ, 2026

ઇમ્પેક્ટ પ્લેયરના નિયમથી અક્ષર નારાજ

દિલ્હી કેપિટલ્સના કેપ્ટને કહ્યંy આથી ઓલરાઉન્ડર્સનું મહત્ત્વ ઘટી ગયું : જોકે કોચ બદાણી તરફેણમાં

નવી દિલ્હી, તા.23 : દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલે આઇપીએલમાં ઇમ્પેક્ટ પ્લેયરના નિયમ પર નાખુશી વ્યકત કરી છે. દિલ્હી કેપિટલ્સના કોચ હેમાંગ બદાણી અને કેપ્ટન અક્ષર પટેલની આજે પત્રકાર પરિષદ યોજાઈ હતી.

આ તકે અક્ષર પટેલને આઇપીએલમાં ઇમ્પેક્ટ પ્લેયરના નિયમ વિશે સવાલ થયો હતો. જેના પર અક્ષરે જણાવ્યું કે આ નિયમ ઓલરાઉન્ડરની ભૂમિકા સીમિત કરે છે. હું એક ઓલરાઉન્ડર છું એટલે મને આ નિયમ પસંદ નથી. પહેલા ટીમમાં એવા ખેલાડી પસંદ થતાં જે બેટ અને બોલથી યોગદાન આપી શકે. હવે દરેક ટીમો અલગ અલગ વિશેષજ્ઞ ખેલાડીઓને પ્રાથમિકતા આપે છે. જો કે આ નિયમ છે એટલે તેનું પાલન કરવાનું રહેશે.

અક્ષર પટેલે જણાવ્યું કે તે આ સીઝનમાં ફુલ્લી ફિટ છે અને ટીમ માટે જરૂરત મુજબની ભૂમિકા ભજવવા તૈયાર છે જ્યારે દિલ્હી કેપિટલ્સના કોચ હેમાંગ બદાણીએ જણાવ્યું કે ઇમ્પેક્ટ પ્લેયર નિયમથી ટી-20 ક્રિકેટમાં આક્રમકતા વધી છે. હવે 180 સ્કોર સુરક્ષિત મનાતો નથી. ટીમો મોટા સ્કોર કરી રહી છે. આ બદલાવ આધુનિક ક્રિકેટનું રૂપ છે.

 

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક