• બુધવાર, 25 માર્ચ, 2026

અમદાવાદના વાસણામાં બહેનની નજર સામે ભાઈની હત્યા યુવકની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી શખસ ફરાર

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.24: અમદાવાદના વાસણાના ભરવાડવાસમાં ગત મોડી રાત્રે ઘર નજીક ઊંઘી રહેલા 25 વર્ષીય યુવકની અજાણ્યા શખસે તીક્ષ્ણ હથિયારના ઘાર ઝીંકી હત્યા કરતા ચકચાર મચી ગઈ હતી. પોલીસે અજાણ્યા શખસ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી હત્યારાને દબોચી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. 25 વર્ષિય હિતેશ રમણલાલ મેઘવાલ ભરવાડવાસમાં પરિવાર સાથે ભાડાનાં મકાનમાં રહે છે અને સાણંદમાં ફર્નિચરના કારખાનામાં કામ કરે છે.

સોમવારે મધરાતે બેથી અઢી વાગ્યા વચ્ચે હિતેશ ઘરની બહાર ખાટલા પર સૂતો હતો ત્યારે કોઈ અજાણ્યા શખસે તેને પેટના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા નિપજાવી હતી. અવાજ થતા બાજુમાં જ સુતેલી બહેન જ્યોતિ જાગી ગઈ હતી. આ દ્રશ્ય જોઈને જ્યોતિએ બૂમાબૂમ કરતા હત્યારો ભાગી છૂટ્યો હતો. તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી પરંતુ ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતા જ વાસણા પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. પોલીસે અજાણ્યા હત્યારા સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે સીસીટીવી ફૂટેજ તપાસવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક