• બુધવાર, 25 માર્ચ, 2026

મહિલા સૈન્ય અધિકારી કાયમી પેન્શન માટે હકદાર

-- કાયમી પેન્શનનો લાભ આપવામાં પુરષની સરખામણીએ કરવામાં આવતો ભેદભાવ અયોગ્ય : સુપ્રીમ

 

નવી દિલ્હી, તા. 24 : સુપ્રીમ કોર્ટે આજે મહત્ત્વની ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે, શોર્ટ સર્વિસ કમિશન હેઠળ આર્મી, નેવી, એરફોર્સ સેવામાં જોડાયેલી મહિલા સૈન્ય અધિકારીઓના હક્ક બાબતે મનસ્વી રીતે મૂલયાંકન કરીને કાયમી પેન્શનના ફાયદાઓ નામંજૂર કરી શકાય નહીં. તેમની સાથે ન્યાય થવો જોઈએ, તેઓ પણ કાયમી પેન્શનના લાભ મેળવવા હકદાર છે.

મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાન્ત,  જજ ઉજ્જલ ભુયાન અને એન. કોટિશ્વર સિંઘની બેન્ચે જણાવ્યું હતું કે, આ મહિલા અધિકારીઓએ નિયમ મુજબ આરોગ્ય અને નિયમિત સેવાની  દૃષ્ટિએ યોગ્યતા પ્રાપ્ત કરીને  ઓછામાં ઓછા 20 વર્ષની સેવા પૂર્ણ કરી છે, તેઓ કાયમી પેન્શન મેળવવાને પાત્ર છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ ક્ષેત્રે ફક્ત પુરુષ અધિકારીઓ જ કાયમી પેન્શનના લાભાર્થી હોઈ શકે નહીં, જો મહિલાઓને કાયમી પેન્શનનો લાભ આપવામાં ભેદભાવ કરવામાં આવે છે તો તે ખોટું છે. અહીં વાર્ષિક ગોપનીય અહેવાલના આધારે માની લેવામાં આવ્યું છે કે, મહિલાઓ કાયમી પેન્શનના લાભ મેળવવાને હકદાર નથી. નોંધનીય છે કે, મહિલાઓએ ઓપરેશન સિંદૂર જેવા અભિયાનમાં ભાગ લીધો હોવા છતાં તેમના સમકક્ષ પુરુષોને આપવામાં આવતા કાયમી પેન્શનના લાભ મળે છે, જ્યારે મહિલાઓને ભેદભાવનો સામનો કરવો પડે છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક