શમી વિશે પણ જવાબ આપ્યો
નવી
દિલ્હી તા.17: મુખ્ય પસંદગીકાર અજીત અગરકરનું માનવું છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલીની
વન ડે ટીમમાં જગ્યા ખતરામાં નથી, પણ તેમના પ્રદર્શનનું આકલન જરૂરી છે. જો કે પ્રત્યેક
મેચ પછી તેમના વિશે ચર્ચા કરવી ગેરવ્યાજબી છે.
અગરકરે
કહ્યંy કે સીનીયર બેટર વિરાટ કોહલી અને રોહિત શર્માનું આકલન જરૂર થશે, પણ પ્રત્યેક
મેચ વિશે કરવું બેવકૂફી ગણાશે. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે રોહિત-વિરાટ સાત મહિના પછી
વાપસી કરી રહ્યા છે. બન્નેને 2027ના વન ડે વિશ્વ કપ રમવાના ઓરતા છે. જે માટે આ શ્રેણી
તેમના માટે મહત્વની છે.
આ વિશે
દિલ્હીના એક કાર્યક્રમમાં અગરકરે કહ્યંy પ્રત્યેક મેચ પછી તેમનું આકલન કરવું ગેરવ્યાજબી
ગણાશે. તેમની જગ્યા ખતરામાં નથી. જો તેઓ ઓસ્ટ્રેલિયામાં રન ન બનાવે તો પડતા મુકાશે
તેવું નથી કે પછી ત્રણ સદી કરશે તો 2027નો વિશ્વ કપ રમશે તેવું પણ નથી. આ તકે અગરકરે સ્પષ્ટ કર્યું કે ટેસ્ટ છોડવાનો નિર્ણય
રોહિત-વિરાટનો અંગત હતો.
ઝડપી
બોલર મોહમ્મદ શમીને પસંદ ન કરવાના સવાલ પર મુખ્ય પસંદગીકારે કહ્યંy કે તે અસાધારણ બોલર
છે. ઇંગ્લેન્ડ પ્રવાસ વખતે તે ફિટ ન હતો. આથી પસંદ ન થયો. હવે તે ડોમેસ્ટિક ક્રિકેટ
રમી રહ્યો છે. ઘરેલુ સીઝન લાંબી ચાલશે. એટલે તેની બાદમાં પસંદગી થઇ શકે છે. જેનો બધો
આધાર ફોર્મ અને ફિટનેસ હશે.