જૂનાગઢ ક્રાઇમ બ્રાંચનો દરોડો : દારૂનો જથ્થો તથા વાહનો મળી રૂ.12.76 લાખનો મુદ્દામાલ કબજે : બે શખસોની શોધખોળ
જૂનાગઢ,
તા.17: ખામધ્રોળ ગામમાં વિદેશી દારૂનું કટીંગ થતું હોવાની બાતમીના આધારે દરોડો પાડી
રૂ.5 લાખના વિદેશી દારૂ અને બિયરના ટીન ભરેલી સ્કોર્પીયો સાથે ત્રણ શખસોને પકડી લીધા
હતા.
પ્રાપ્ત
વિગત મુજબ ખામધ્રોળ ગામ પાસે વિદેશી દારૂનું કટીંગ થવાનું હોવાની બાતમી મળતા જૂનાગઢ
ક્રાઇમ બ્રાંચના પી.આઇ. કૃણાલભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ડી.કે. સરવૈયા તથા
ટીમે દરોડો પાડી ખામધ્રોળ ગામમાં ગ્રામ પંચાયતની ઓફિસ પાસેથી સ્કોર્પીયો કારમાંથી રૂ.5,06,640ની કિંમતનો 696 દારૂ- બિયરના
જથ્થા સાથે મંગલમ અજયભાઇ તાવડે (રહે. જૂનાગઢ ગાંધીગ્રામ), જયદીપ હિરાભાઇ ખાંભલા (રહે.
ખામધ્રોળ ગામ) તથા દારૂ મંગાવનારા યશ મેરામણભાઇ કટારા (રહે. ખામધ્રોળ ગામ)ને પકડી લઇ
દારૂનો જથ્થો અને વાહનો મળી રૂ.12,76,640નો
મુદ્દામાલ કબજે કર્યો હતો. ત્રણેયની પૂછપરછમાં થશે કપરાએ જૂનાગઢ માંથી ગ્રામના ભીમા
ડાયા શામળા પાસેથી મંગાવાયો હતો અને જગો ડાયા શામળા સ્કોર્પીયો દારૂનો જથ્થો આપવા આવ્યો
હતો. આ અંગે પોલીસે બંનેની શોધખોળ હાથ ધરી હતી.