બે કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી આંગડિયા પેઢીઓ, જ્વેલર્સમાં મોટી રકમની લૂંટ ચલાવવાનો પ્લાન હતો : ઢસા પોલીસે સતર્કતા દાખવી લુટારુ ટોળકીને દબોચી લીધી
ગઢડા,
તા.17: ગઢડા (સ્વામીના) તાલુકાના ઢસા ખાતે મોટી લૂંટના ઈરાદે તૈયારી સાથે આવેલા શંકાસ્પદ
શખ્સોને બાતમીના આધારે ઢસા પોલીસે સતર્કતા દાખવી ઝડપી લૂંટ જેવા ગંભીર ગુન્હો બનતા
અટકાવ્યો છે.
મળતી
વિગતો અનુસાર પોલીસ ઈન્સપેક્ટર એમ.ડી.પંચાલ તથા ઢસા પોલીસ સ્ટેશનનાં કર્મચારીઓએ તા.16ના
રોજ બાતમીના આધારે ઢસા પી.એસ.આઈ. જી.ડી.આહીર અને કર્મચારીઓએ ઢસા ગામે રસનાળ રોડ પાસે
નદીના કાંઠે પહોંચી સફેદ કલરની કારમાં શંકાસ્પદ હાલતમાં બેસેલા ચાર ઈસમોની પુછપરછ કરતા
ગલ્લા કરવા લાગ્યા હતા તેમજ ડ્રાઈવર સીટ ઉપર બેસેલ ફોન ચેક કરતા અન્ય કોઈ ઈસમનાં સંપર્કમાં
હોવાનું જણાય આવતા તે અંગે ખરાઈ કરતા અન્ય શખ્સો ઉમરડા રોડ ખાતે હોવાનું જણાય આવેલ.
જેથી હાજર ઈસમને તેની સાથે સંપર્કમાં રહેલ ઈસમ બાબતે જાણી પોલીસની એક ટીમ ઉમરડા રોડ
ખાતે મોકલી આપી હતી. ત્યાં એક ફોર વ્હીલકાર તથા ચારેય ઈસમોને પોલીસ સ્ટેશન લાવી છ શખ્સોની
પૂછપરછ કરતા લુંટ અથવા ધાડના ઈરાદે આવેલ હોવાનું પ્રાથમીક તપાસમાં બહાર આવ્યું હતું.
પોલીસે બન્ને ફોર વ્હીલર, મોબાઈલ ફોન નંગ-પ તથા ફોર વ્હીલકાર ર મળીને રૂપિયા 6.50 લાખ
તથા રોકડ રૂપિયા પ210 તેમજ 2 છરી, લોખંડની કુંડલીવાળી લાકડી, આર.ટી.ઓ. માન્ય નંબર પ્લેટ,
ચાર આંગળામાં પહેરી શકાય તેવું સ્ટીલનું મજબુત પંચ તથા મુસ્લીમ ધર્મની ત્રીઓની વેશભુષાના
કાળા કપડા વગેરે મુદ્દામાલ મળી આવતા તમામ ઈસમો વિરૂદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં
આવી હતી. આ બાબતે વધુ જાણવા મળતી વિગત મુજબ આ કામના આરોપીઓ ભેગામળી અલગ અલગ ફોર વ્હીલકારમાં
ખોટી નંબર પ્લેટ લગાડી વેશ પલ્ટો કરી, પકડાયેલ આરોપીઓમાં મેહુલસિંહ જશુભા ડામી ઉંમર
25 (રહે.પેથાપુર), ચરણભાઈ ઉર્ફે લાલભા નથુભા વાઘેલા ઉ.વ.ર8 (રહે.આંગનવાડા ગામ રબારીવાસ
પાસે, પાટી વિસ્તાર તા.કાકરેજ (શિહોરી) જી.બનાસકાંઠા, દીવ્યરાજસિંહ ઉર્ફે પપ્પુ શંભુજી
ઉર્ફે મનુજી રાજપુત (ઉ.વ.ર1) (રહે. ચંદ્રાવતી ગામ, રાજપુર વાસ તા.સીદ્ધપુર જી.પાટણ),
મંગુભા દશુભા જાલા ઉ.વ.ર8 (રહે-આંગનવાડી ગામ, તા.કાકરેજ (શિહોરી) જી.બનાસકાંઠા), દિપકસિંહ
સુરેશસિંહ ડાભી ઉ.વ.ર9 (રહે.પેથાપુર ગામ મોટી શેરી વિસ્તાર તા.જી.ગાંધીનગર), વિશાલસિંહ
હીરણ્યસિંહ પરમાર ઉ.વ.ર4 (રહે.પેથાપુર ગામ) નામ હોવાનું ખૂલ્યુ હતું. આ આરોપીઓ સંદર્ભે
ક્રાઈમ રેકોર્ડની તપાસ કરતા મેહુલસિંહ જશુભા ડાભી, ચરણભાઈ ઉર્ફે લાલભા નથુભા વાઘેલા,
દિવ્યરાજસિંહ ઉર્ફે પપ્પુ શંભુજી ઉર્ફે મનુજી રાજપુત અને વિશાલસિંહ હીરણ્યસિંહ પરમાર
વિરૂદ્ધ મુંબઈ તથા ગુજરાતના હિમતનગર, બનાસકાંઠા, અમદાવાદ અને ભાવનગર સહિત જુદા જુદા
પોલીસ સ્ટેશનમાં લૂંટ જેવા ગુન્હાઓ નોંધાયેલા છે. આ પ્રકરણે ઢસા પોલિસ ઈન્સ્પેક્ટર
એમ.ડી.ચૌહાણે આગળની તપાસ કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય
છે કે, હિંમતનગર ખાતે ભેગા થયેલા ચાર શખ્સોએ સિહોર આંગડિયા ઓફિસમાં અગાઉ નોકરી કરી
ચૂકેલા જાણકાર શખ્સ દિપકસિંહ પાસેથી ઢસા વિસ્તારની માહિતી મેળવી લૂંટ જેવા ગંભીર ગુન્હાને
અંજામ આપવા માટે તૈયારી કરી હતી.