કર્ણાટકના અનુભવી સ્પિનર શ્રેયસ ગોપાલની 8 વિકેટ
રાજકોટ
તા.17: રણજી ટ્રોફીના એલિટ ગ્રુપ બીના મેચમાં કર્ણાટક સામે સૌરાષ્ટ્રની માત્ર 4 પણ
ઘણી કિંમતી સરસાઇ મળી છે. ડ્રો તરફ આગળ વધી રહેલા આ મેચમાં પહેલા દાવની સરસાઇના આધારે
સૌરાષ્ટ્ર ટીમના ખાતામાં 3 પોઇન્ટ જશે. જયારે કર્ણાટક ટીમે 1 પોઇન્ટથી સંતોષ માનવો
પડશે. આજે મેચના ત્રીજા દિવસે કર્ણાટકના બીજા
દાવમાં 28 ઓવરમાં 1 વિકેટે 89 રન થયા છે. આથી તે 8પ રને આગળ થયું છે. આવતીકાલે મેચનો
આખરી દિવસ છે. કર્ણાટકના અનુભવી સ્પિનર શ્રેયસ ગોપાલે 110 રનમાં 8 વિકેટ ઝડપી શાનદાર
દેખાવ કર્યોં છે. સૌરાષ્ટ્રનો પ્રથમ દાવ આજે 376 રને સમાપ્ત થયો હતો. કર્ણાટકના પહેલા
દાવમાં 372 રન થયા હતા.
આજના
દિવસના અંતે કર્ણાટકનો કપ્તાન મયંક અગ્રવાલ 31 અને દેવદત્ત પડીક્કલ 18 રને નોટઆઉટ રહ્યા
હતા. નિકેન જોશ 34 રને આઉટ થયો હતો. આ પહેલા આજે સૌરાષ્ટ્ર ટીમ પહેલા દાવમાં 121.3
ઓવરમાં 376 રને ઓલઆઉટ થઇ હતી. આજે અર્પિત વસાવડાએ 123 દડામાં 3 ચોક્કા-1 છક્કાથી પ8
અને સમર ગજ્જરે 122 દડામાં 3 ચોક્કાથી 4પ રનની ઇનિંગ રમી હતી. પૂંછડિયા ખેલાડી ચેતન
સાકરિયાએ 29 રનનું ઉપયોગી યોગદાન આપ્યું હતું. મિ. એકસ્ટ્રાના 3પ રન પણ મહત્વના રહ્યા
હતા.