• શુક્રવાર, 09 મે, 2025

પરાજિત ગુજરાતના કપ્તાન ગિલે પંજાબના ઇમ્પેક્ટ પ્લેયર વૈશાખની બોલિંગ બિરદાવી

અમદાવાદ, તા.26: પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ગઇકાલે રાત્રે રમાયેલા મેચમાં આઇપીએલ ઇતિહાસમાં એક મેચમાં છઠ્ઠો સર્વાધિક રનનો ટોટલ થયો હતો. 11 રનની હાર બાદ ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલે કહ્યંy કે પાવર પ્લેની 3 ઓવર અને ડેથ ઓવર્સની 3 ઓવરે હાર-જીતનું અંતર ઉભું કર્યું. ગુજરાતને અંતિમ 6 ઓવરમાં 7પ રનની જરૂર હતી અને 8 વિકેટ હાથમાં હતી. બટલર અને રૂધરફોર્ડ હિટિંગ કરી રહ્યા હતા. આ મોકા પર ઝડપી બોલર વિજયકુમાર વૈશાખને ઇમ્પેકટ પ્લેયર તરીકે લાવવાનો નિર્ણય પંજાબ માટે સફળ સાબિત થયો હતો. વૈશાખે 1પ અને 17મી ઓવરમાં માત્ર 10 રન જ આપ્યા. 16મી ઓવર માર્કો યાનસને ફેંકી હતી. તેણે પણ ઓછા રન આપ્યા. આથી જીટીને 18 દડામાં પ7 રનની જરૂર હતી.

મેચ બાદ આ સમીકરણ વિશે ગિલ કહ્યંy આ 3 ઓવરમાં અમારે 40 રન કરવાની જરૂર હતી. ઇમ્પેક્ટ પ્લેયર માટે યોર્કર બોલ ફેંકવા આસાન નથી હોતા. 1પ ઓવર સુધી બહાર રહ્યા પછી ડેથ ઓવર્સમાં બોલિંગ કરવી અને રન રફતાર અંકુશ મુકવો ઘણું કઠિન હોય છે, પણ વૈશાખ સફળ રહ્યો. આ તકે ગુજરાતના કપ્તાન ગિલે સ્વીકાર્યું કે આજે અમે બોલિંગ અને ફિલ્ડીંગ સારી કરી શકયા નહીં. હાર છતાં અમારી શરૂઆત સારી રહી.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

અપ્રમાણસર સંપત્તિ કેસમાં CBIએ IRS અધિકારીના રહેણાક સહિતના 11 સ્થળે તપાસ કરી May 09, Fri, 2025