-IPLના ભવિષ્ય મુદ્દે કહ્યું, તેની પ્રાથમિકતા દેશ તરફથી ક્રિકેટ રમવાની
નવી
દિલ્હી, તા. 12 : ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ફરીથી કહ્યું છે કે પોતાના દેશ
માટે ક્રિકેટ રમવું તેની પ્રાથમિકતા છે. કમિન્સે કહ્યું છે કે, તેણે આઇપીએલની આગામી
સિઝનમાં પોતાનાં ભવિષ્ય અંગે હજી સુધી કોઈ નિર્ણય કર્યો નથી. કમિન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને
આઇપીએલ 2024ના ફાઇનલમાં પહોંચાડયું હતું ત્યારે ફ્રેન્ચાઇઝીએ તેને 20.50 કરોડમાં ખરીદ્યો
હતો. જેનાથી કમિન્સ ટૂર્નામેન્ટના ઈતિહાસનો બીજો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો.
આઇપીએલ
2025 સિઝન પહેલાં ચાલુ વર્ષના અંતે મેગા ઓક્શન થવાનું છે. જેમાં પ્રત્યેક ટીમને પોતાની
વર્તમાન સ્ક્વોડના કુલ છ ખેલાડીને રિટેન્શન મારફતે અથવા તો રાઇટ ટૂ મેચનો વિકલ્પ પસંદ
કરીને રિટેન કરવાની તક મળશે. બીજી તરફ આગામી મહિને થનારી પાંચ ટેસ્ટની મહત્ત્વપૂર્ણ
બોર્ડર ગાવસ્કર ટ્રોફી સાથે કમિંસ દેશ માટે રમવા તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે.
કમિંસે કહ્યું છે કે ટેસ્ટ ક્રિકેટ નિશ્ચિત રીતે તેની પ્રાથમિકતા છે. વિશ્વક પણ આવે
છે. કેલેન્ડર ક્યારેય પણ ઓછું વ્યસ્ત થવાનું નથી.