• ગુરુવાર, 04 ડિસેમ્બર, 2025

નાની વાવડી ગામે જખઈએ ગાંજાનું વાવેતર ઝડપી પાડયું

એક કરોડની કિંમતના 93 લીલાછોડ જપ્ત કર્યા

રાણપુર, તા.3: રાણપુર તાલુકાના નાની વાવડી ગામે વાડી વિસ્તારમાંથી ગુજરાત સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે ગેરકાયદે નશીલા પદાર્થનાવાવેતર સામે સફળ કાર્યવાહી કરી છે. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાની વાવડી ગામે એક ખેતરમાંથી કપાસના વાવેતરની આડમાં છુપાવીને કરાયેલું ગાંજાનું મોટા પાયે વાવેતર ઝડપી પાડયું છે. એસએમસીના આરોદાડમાં આશરે 99.50 લાખ એટલે કે એક કરોડની બજાર કિંમત ધરાવતા ગાંજાના છોડ જપ્ત કરવામાં આવ્યા છે સાથે જ ખેતરના માલિક અજીતસિંહ જીવાભાઈ બારડની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ત્રણ ઈસમ ફરાર છે. અધિકારીઓએ જણાવ્યુ હતું કે ખેતરમાં કપાસના પાકની વચ્ચે આયોજન બંધ રીતે ગાંજાના છોડનું વાવેતર કરીને કાયદાની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસ ઘટના સ્થળેથી કુલ 93 લીલા ગાંજાના છોડ જપ્ત કર્યા છે જેનું કુલ વજન લગભગ 198 કિલોગ્રામ જેટલું થાય છે.

ઇ-પેપરના નવા શુલ્ક