મોરબી:
મોરબી તાલુકાના ચાચાપર ગામની સીમમાં કુંજ પક્ષીના ભેદી સંજોગોમાં મોત થયા હતા. આશરે
15 થી 17 જેટલા કુંજ પક્ષીના મોત થતા ફોરેસ્ટ વિભાગની ટીમે તપાસ ચલાવી છે.
ઘટનાની
જાણ થતા રેંજ ફોરેસ્ટ ઓફિસર સહિત વન વિભાગની ટીમ ચાચાપર ગામ દોડી ગઇ હતી. ફોરેસ્ટ વિભાગના
વેટરનીટી ડોક્ટરની ટીમે મૃતદેહોના સેમ્પલ લીધા હતા. બનાવ અંગે વન વિભાગનો સંપર્ક કરતા
અધિકારીએ પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ જાણી શકાશે તેમ જણાવ્યું હતું,
જો કે પક્ષીના મૃત્યુથી જીવદયા પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઇ છે.