જમીન સાથે ટકરાતાં જોરદાર ધડાકો થયો : ચાલુ વર્ષે આઠમી દુર્ઘટના
વોશિંગ્ટન,
તા. 4 : અમેરિકામાં ગુરુવારે વાયુદળનું એક એફ-16 યુદ્ધ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું
હતું. જો કે, સમયસૂચકતા સાથે સેકંડોમાં જ કૂદી પડતાં પાઈલટે પોતાનો જીવન બચાવી લીધો
હતો. ચાલુ વર્ષે આઠમીવાર એફ-16 યુદ્ધવિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે.
દક્ષિણ
કેલિફોર્નિયામાં ટ્રોના શહેરના રણ વિસ્તારમાં આ દુર્ઘટના સર્જાઈ હતી. યુદ્ધવિમાન ટ્રોના
એરપોર્ટથી ત્રણ કિ.મી. દૂર પડયું હતું.
વાયરલ
વીડિયોમાં દેખાય છે કે, એફ-16 ગતિભેર નીચે પડી રહ્યું છે અને પાઈલટ પેરાશૂટની મદદથી
બહાર નીકળી જાય છે. જમીનમાં ટકરાતાની સાથે યુદ્ધ વિમાનમાં જોરદાર ધડાકો થયો હતો અને
કાળા ધુમાડા આકાશ ભણી ઊંચે ફેલાઈ ગયા હતા.