-કોહલી
અને ગાયકવાડની સદી એળે : માર્કરમની સદી અને બ્રેટઝકે તેમજ બેવિસના મહત્વના યોગદાને
આફ્રિકાને જીત અપાવી
-વિરાટ
કોહલી (102) અને ઋતુરાજ ગાયકવાડ (102)ની આકર્ષક સદી : બન્ને વચ્ચે 195 રનની ઝડપી ભાગીદારી
રાયપુર, તા. 3 : રાયુપરમાં રોમાંચક મેચમાં દક્ષિણ આફ્રિકાએ છેલ્લી ઓવરમાં જીત માટેનો 359 રનનો ટાર્ગેટ પાર કરીને ચાર વિકેટે જીત મેળવી હતી. આ જીતના કારણે ઋતુરાજ ગાયકવાડ અને વિરાટ કોહલીની સદી એળે ગઈ હતી. આફ્રિકાની જીતમાં એડન માર્કરમની સદી ખુબ જ મહત્વની બની હતી. તેમજ બ્રેટઝકેના 68 અને ડેવાલ્ડ બ્રેવિસના 54 રનનું
યોગદાન
મહત્વનું બન્યું હતું. આ સાથે
ત્રણ
મેચની વનડે શ્રેણી 1-1થી બરાબર બની છે.
359
રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાએ પહેલી વિકેટ ઝડપથી ગુમાવી દીધી હતી.
જો કે બાદમાં ટેમ્બા બાઉમા અને માર્કરમ વચ્ચે સદીની ભાગીદારી થઈ હતી. બાઉમા 46 રન કરીને
આઉટ થયો હતો. જ્યારે માર્કરમે એક છેડો સાચવીને સદી પુરી કરી હતી. માર્કરમે 98 બોલમાં
110 રન કર્યા હતા. આ ઉપરાંત બ્રેટઝકેએ 64 બોલમા 68 અને ડેવાલ્ડ બ્રાવિસે 34 બોલમાં
તાબડતોડ 54 રન કરીને ટીમને જીતની નજીક પહોંચાડી હતી. બાદમાં કોર્બિન બોસ અને કેશવ મહારાજે
ધીરે
ધીરે સ્કોરબોર્ડ ફરતું રાખીને 50મી ઓવરના બીજા બોલે સ્કોર પાર પાડયો હતો અને જીત મેળવી
હતી.
અગાઉ
આફ્રિકાએ ટોસ જીતીને રાયપુરની સપાટ પીચ પર ભારતને બેટિંગ આપવાની મુર્ખામી કરી હતી.
ભારતે કિંગ કોહલી અને ઋતુરાજ ગાયકવાડની આક્રમક સદીથી પ વિકેટે 3પ8 રનનો મજબૂત સ્કોર
બનાવ્યો હતો. વિશ્વ ક્રિકેટના સિતારા બેટધર વિરાટ કોહલીએ આફ્રિકા સામે સતત ત્રીજી સદી
(વન ડે વિશ્વ કપમાં અને પછી રાંચીમાં) ફટકારી હતી. વન ડે કેરિયરની પ3મી અને ઇન્ટરનેશનલ
કેરિયરની 84મી સદી ફટકારી વિરાટ કોહલીએ ફરી એકવાર ટીકાકારોને ચૂપ કરી 2027ના વન ડે
વિશ્વ કપનો તેનો દાવો વધુ મજબૂત કર્યો હતો. કોહલીએ 93 દડામાં 7 ચોક્કા અને 2 છક્કાથી
102 રનની આકર્ષક ઇનિંગ રમી હતી.
જયારે
ચોથા નંબર પર બેટિંગમાં આવેલ ઋતુરાજ ગાયકવાડે શરૂઆતથી સ્ટ્રોકફૂલ બેટિંગ કર્યું હતું.
આથી ભારતની રન રફતાર વધુ ઝડપી બની હતી. ગાયકવાડે વન ડે કેરિયરની પ્રથમ સદી આક્રમક અંદાજમાં
ફક્ત 77 દડામાં પૂરી કરી હતી. તે 83 દડામાં 12 ચોક્કા અને 2 છક્કાથી 10પ રન કરી આઉટ
થયો હતો. તેના અને કોહલી વચ્ચે ત્રીજી વિકેટમાં 1પ6 દડામાં 19પ રનની ઝડપી ભાગીદારી
થઇ હતી.
કપ્તાન
કેએલ રાહુલે ડેથ ઓવર્સમાં પાવર હિટિંગ કર્યું હતું. ફિનિશર બનીને તેણે 43 દડામાં 6
ચોક્કા-2 છક્કાથી અણનમ 66 રનની ઇનિંગ રમી હતી. આથી ભારતનો સ્કોર 3પ0 પાર પહોંચી ગયો
હતો. તેના સાથમાં જાડેજા 27 દડામાં 24 રને નોટઆઉટ રહ્યો હતો. આ બન્ને વચ્ચે છઠ્ઠી વિકેટની
અતૂટ ભાગીદારીમાં પ4 દડામાં 69 રનનો ઉમેરો થયો હતો.
આ પહેલા
રોહિત શર્મા 14 અને યશસ્વી જયસ્વાલ 22 રને આઉટ થયા હતા. વોશિંગ્ટન સુંદર (1) રન આઉટ
થયો હતો. દ. આફ્રિકા તરફથી માર્કો યાનસને 2 વિકેટ લીધી હતી. બર્ગર અને એનગિડીને 1-1
વિકેટ પ્રાપ્ત થઇ હતી.
------------------
કિંગ
કોહલીની 53મી વન ડે અને 84મી ઈન્ટરનેશનલ સદી
વિરાટ
કોહલીએ વન ડે કેરિયરની પ3મી સદી ફટકારી હતી. આ સાથે જ તે કોઇ એક ફોર્મેટમાં સૌથી વધુ
સદી સંખ્યામાં આગળ વધ્યો છે. રાંચીમાં તેણે બાવનમી વન ડે સદી કરીને મહાન સચિન તેંડુલકરનો
રેકોર્ડ તોડયો હતો. સચિનના નામે ટેસ્ટ ફોર્મેટમાં પ1 સદી છે. કોહલીએ વન ડે ફોર્મેટમાં
ઉપરા ઉપરી બે સદી કરી તેની સંખ્યા પ3 સુધી પહોંચાડી દીધી છે. આ ઉપરાંત ઇન્ટરનેશનલ કેરિયરમાં
કિંગ કોહલીની સદીની સંખ્યા 84 થઇ છે.