સ્વિસ
વિરુદ્ધ 5-0 ગોલથી વિજય : હવે બેલ્જિયમ સામે ટક્કર
મદુરાઇ,
તા.3: જૂનિયર હોકી મેન્સ વર્લ્ડ કપમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન ચાલુ રાખીને કવાર્ટર
ફાઇનલમાં પ્રવેશ કર્યોં છે. જયાં તેની ટકકર બેલ્જિયમ વિરુદ્ધ થશે. જે પ ડિસેમ્બરે રમાશે.
ગઇકાલે રમાયેલા આખરી લીગ મેચમાં ભારતીય જૂનિયર હોકી ટીમનો સ્વિટ્ઝર્લેન્ડ સામે પ-0
ગોલથી શાનદાર વિજય થયો હતો.
ભારતીય
ટીમે પહેલા ક્વાર્ટરમાં જ 3 ગોલ કરી જીત સુનિશ્ચિત કરી લીધી હતી. બર્થ ડે બોય મનમીત
સિંઘે પહેલી અને 11મી મિનિટે ગોલ કર્યાં
હતા.
આ પછી નંદ તિવારીએ 13મી મિનિટે ગોલ કરી
ભારતને
3-0થી આગળ કર્યું હતું.
અર્શદીપ
સિંઘે 28મી અને શારદા નંદે પ4મી મિનિટે ગોલ કરી ભારતને સ્વિસ ટીમ સામે પ-0થી જીત અપાવી
હતી. જૂનિયર મેન્સ હોકી વિશ્વ કપના પહેલા મેચમાં ભારતનો ચિલી સામે 7-0થી અને ઓમાન વિરુદ્ધ
17-0 ગોલથી એકતરફી વિજય થયો હતો.