• શુક્રવાર, 05 ડિસેમ્બર, 2025

ભારત-રૂસમાં બે અબજ ડોલરનો સોદો

પુતિન પહોંચવા પહેલાં જ પરમાણુ સબમરીનના 16700 કરોડના કરાર; બે વર્ષમાં ભારતને મળશે

નવી દિલ્હી, તા. 4 : રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દિલ્હી પહોંચવા પહેલાં ભારત અને રશિયા વચ્ચે એક મોટો સંરક્ષણ સોદો થયો હોવાના સમાચાર મળી રહ્યા છે. બે દેશ વચ્ચે બે અબજ ડોલર એટલે કે, લગભગ 16,700 કરોડ રૂપિયાનો અણુ સબમરીન કરાર થયો હતો.

લગભગ 10 વર્ષથી આ મહત્ત્વાકાંક્ષી સોદાને અંતિમરૂપ આપવા પર વાતચીત ચાલી રહી હતી. આ સમજૂતી હેઠળ ભારતીય અધિકારીઓ આગામી વર્ષે નવેમ્બરમાં રૂસી શિપયાર્ડની મુલાકાત લેશે.

એવી આશા છે કે, ભારતને  બે વર્ષમાં જ પરમાણુ સબમરીન મળી જશે. રૂસ તરફથી ભારતને મળનાર આ બીજી સબમરીન હશે. અગાઉ, 2012માં રશિયાએ આઇએનએસ ચક્ર સબમરીન ભારતને 10 વર્ષની લીઝ પર આપી હતી. પાકિસ્તાન અને ચીન જેવા દુશ્મન દેશો માટે આ મોટા આંચકા સમાન ઘટનાક્રમ છે.

ડીઝલ અને ઇલેકટ્રીક સબમરીનની તુલનાએ  ઘણી વધુ શક્તિશાળી અને લાંબો સમય પાણીમાં રહી શકતી આ સબમરીન સાવ શાંત હોવાથી કોઇને ખબર પડી શકતી નથી.

ખાસ કરીને હિન્દ અને પ્રશાંત મહાસાગરમાં રૂસી સબમરીનને પકડવી પડકારરૂપ હોવાથી ચીનની ઊંઘ ઊડી ગઇ છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક