• ગુરુવાર, 04 ડિસેમ્બર, 2025

T-20 ટીમમાં હાર્દિક અને ગિલની વાપસી

-9 ડિસેમ્બરથી આફ્રિકા વિરુદ્ધ 5 મેચની ઝ-20 શ્રેણી

મુંબઇ, તા.3: દ. આફ્રિકા વિરુદ્ધની પ મેચની ટી-20 શ્રેણીની ભારતીય ટીમમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડયા અને ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલની વાપસી થઇ છે. ગિલની પસંદગી ફિટનેસ સાબિત કરવાની શરતે થઇ છે. સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં જાહેર થયેલ ટી-20 ટીમમાં કોઇ નવો ચહેરો નથી. ધારણા અનુસારની ટીમ છે.

શુભમન ગિલ શ્રેણીના શરૂઆતના કેટલાક મેચ ગુમાવી શકે છે. આથી સંજૂ સેમસન ઓપનિંગમાં વાપસી કરી શકે છે. તે અભિષેક શર્મા સાથે ભારતીય દાવનો પ્રારંભ કરશે. હાર્દિક પંડયાએ મુશ્તાક અલી ટ્રોફીમાં 77 રનની આક્રમક ઇનિંગ રમી ફોર્મ અને ફિટનેસ સાબિત કર્યાં હતા. આથી તે ફરી પસંદ થયો છે.

ભારત-આફ્રિકા વચ્ચેની પ મેચની ટી-20 શ્રેણી 9 ડિસેમ્બરથી શરૂ થશે. પહેલો મેચ કટકમાં રમાશે. આ પછી 11મીએ ચંદિગઢ, 14મીએ ધર્મશાલા, 17મીએ લખનઉ અને 19 ડિસેમ્બરે અમદાવાદમાં મેચ રમાશે.

ભારતીય ટી-20 ટીમ: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (ઉપ કપ્તાન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડયા, શિવમ દૂબે, અક્ષર પટેલ, જિતેશ શર્મા (વિકેટકીપર), સંજૂ સેમસન (વિકેટકીપર), જસપ્રિત બુમરાહ, વરૂણ ચક્રવર્તી, અર્શદીપ સિંઘ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા અને વોશિંગ્ટન સુંદર.

ઇ-પેપરના નવા શુલ્ક