• ગુરુવાર, 04 ડિસેમ્બર, 2025

સહ-આરોપીને જામીન મળ્યાના એકમાત્ર આધારે આરોપીને જામીન મળે : સુપ્રીમ

ફોજદારી કેસમાં જામીન માટે સમાનતાનો સિદ્ધાંત એકમાત્ર આધાર નથી

નવી દિલ્હી, તા.3 : સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ અવલોકન જણાવ્યું હતું કે જામીન એક નિયમ છે અને જેલ એક અપવાદ છે, તેવા સિદ્ધાંતનું પાલન કરી અદાલતો જામીન આપતી હોય છે, પરંતુ ફોજદારી કેસોમાં આરોપીને જામીન આપવા માટે સમાનતાનો સિદ્ધાંત એકમાત્ર આધાર નથી. આ અવલોકન કરીને સર્વેચ્ચ અદાલતે સહ-આરોપીને જામીન મળ્યા હોવાથી આરોપીને જામીન આપતા અલ્હાબાદ હાઇકોર્ટના ચુકાદાને રદ કર્યે હતો.અલ્હાબાદ હાઈકોર્ટે હત્યાના એક કેસમાં સહ-આરોપીને જામીન આપવામાં આવ્યા હોવાના એકમાત્ર આધારે આરોપીને પણ જમીન આપ્યા હતાં. જસ્ટિસ સંજય કરોલ અને એન કોટીશ્વર સિંહ બનેલી સુપ્રીમ કોર્ટની ખંડપીઠે જણાવ્યું હતું કે જામીનને ઘણીવાર નિયમ અને જેલને અપવાદ ગણાવવામાં આવે છે. આનો પર જેટલો ભાર મૂકીએ તેટલો ઓછો છે. જોકે આનો અર્થ એ નથી કે આરોપી વ્યક્તિની ધરપકડ કયા ગુના માટે કરવામાં આવી છે તેના સંજોગોને ધ્યાનમાં લીધા વગર જામીનની રાહત મંજૂર કરવામાં આવે. આ સંદર્ભમાં એ નોંધવું જોઈએ કે જામીન આપતી વખતે કોર્ટે અનેક પાસાઓ ધ્યાનમાં લેવા પડે છે. આ અદાલતે આપેલા ઘણા ચુકાદાઓમાં  ગણતરીમાં લેવા યોગ્ય ઘણા પાસાંઓનું વર્ણન કરવામાં આવ્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક