• શુક્રવાર, 05 ડિસેમ્બર, 2025

સ્ટાર્કનો રેકોર્ડ : ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર ડાબોડી ઝડપી બોલર

બ્રિસબેન, તા. 4: ઓસ્ટ્રેલિયાનો પેસર મિચેલ સ્ટાર્ક ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારો ડાબોડી ઝડપી બોલર બન્યો છે. એશિઝ સિરીઝના બીજા ટેસ્ટ દરમિયાન તેણે પાકિસ્તાની ઝંઝાવાતી બોલર વસીમ અકરમને પાછળ રાખીને આ રેકોર્ડ પોતાના નામે કર્યોં છે. ઇંગ્લેન્ડ સામેના બીજા ડે/નાઇટ ટેસ્ટમાં પણ સ્ટાર્કે કાતિલ બોલિંગ કરીને 6 વિકેટ ઝડપી હતી. સ્ટાર્કે આજે રમતના પહેલા દિવસે ઇંગ્લેન્ડના હેરી બ્રુકની વિકેટ ઝડપી નવો રેકોર્ડ બનાવ્યો હતો. તે દુનિયાનો સૌથી વધુ વિકેટ લેનારો ડાબોડી ઝડપી બોલર બની ગયો હતો. સ્ટાર્કની હવે 102 ટેસ્ટમાં 418 વિકેટ થઇ છે. જયારે વસીમ અકરમે 104 ટેસ્ટમાં 414 વિકેટ લીધી હતી. તે હવે આ સૂચિમાં બીજા નંબર પર આવી ગયો છે.

બોલર    મેચ       વિકેટ

મિચેલ સ્ટાર્ક        102     418

વસીમ અકરમ      104     414

ચામિંડા વાસ       111     3પપ

ટ્રેંટ બોલ્ટ            78        317

મિચેલ જોનસન   73        313

ઝહિર ખાન          92        311

ઇ-પેપરના નવા શુલ્ક