રાયપુર, તા.4 : આફ્રિકા સામેના બીજા વન ડેમાં કેરિયરની પ્રથમ સદી કરનાર ઋતુરાજ ગાયકવાડ પ0 ઓવરના ક્રિકેટમાં ક્યારે પણ નંબર 4 પર બેટિંગ કરી ન હતી, આમ છતાં તે ઘણો આત્મવિશ્વાસમાં હતો. રાંચીમાં 8 રનમાં આઉટ થનાર ઋતુરાજે રાયપુરમાં 83 દડામાં 10પ રનની આકર્ષક શતકીય ઇનિંગ રમી હતી. મેચ પછી તેણે તમામ ફોર્મેટમાં તેની અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ ઇનિંગ બતાવી. ટીમ મેનેજમેન્ટે નંબર ચાર પર બેટિંગ કરવાની સૂચના આપી હતી. ઓપનર હોવા છતાં મારા પર ભરોસો બતાવ્યો તે સૌભાગ્યની વાત છે.
ઓપનર
હોવાથી 11થી 40 ઓવર દરમિયાન ક્રિઝ પર ટકી રહી રન કેમ કરવા તેની મને ખબર હતી. મને શરૂઆતના
ફક્ત 10-1પ દડા સંભાળથી રમવાના હતા. આ પછી હું સારી રીતે બોલ હિટ રહ્યો હતો. મેં નક્કી
કર્યું કે ટીક જાઇશ તો મોટી ઇનિંગ રમીશ, તેમ ઋતુરાજે જણાવ્યું હતું.
ટીમમાં
વાપસી પર ગાયકવાડે જણાવ્યું કે મારું કામ રન કરવાનું છે અને ટીમમાં યોગદાન આપવાનું
છે. મોકો મળે તો સારી વાત છે અને ન મળે તો પણ ઠીક છે.