બોમ્બ ફેંકવાના પ્રયાસના આરોપમાં બેની ધરપકડ : એન્ટી ઈસ્લામ પ્રદર્શન બન્યું ઉગ્ર
નવી દિલ્હી, તા. 8 : ન્યુયોર્ક
મેયર જોહરાન મમદાનીના આવાસે બોમ્બ હુમલાની કોશિશમાં બે સંદિગ્ધને પોલીસની ધરપકડ કરી
હતી. બરામદ ડિવાઈસ એક કાચની બરણીમાં કાળી ટેપથી
લપેટાયેલી મળી આવી હતી. જેમાં નટ,બોલ્ટ, ક્રૂ અને ફ્યુઝ લાગેલા હતા. આ બનાવ એન્ટી ઈસ્લામ
પ્રદર્શન દરમિયાન બન્યો હતો.
ન્યુયોર્ક પોલીસ અનુસાર વિરોધ
પ્રદર્શન મામલે કુલ છ લોકોને હિરાસતમાં લેવામાં આવ્યા છે. જ્યારે બોમ્બ વિસ્ફોટની કોશિશના
મુખ્ય સંદિગ્ધના રૂપમાં 18 વર્ષિય અમીર બાલત અને 19 વર્ષિય ઈબ્રાહિમ નિકની ઓળખ થઈ છે.
બનાવનો એક વિડિયો પણ સામે આવ્યો છે જેમાં એક સંદિગ્ધ વ્યક્તિ વસ્તુ બીજા વ્યક્તિને
સોંપી રહ્યો છે. આ દરમિયાન પોલીસે સ્થળ ઉપર કાર્યવાહી કરી હતી અને બન્નેને પકડી લીધા
હતા. હકીકતમાં જમણેરી લોકો સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર જેક લેંગ દ્વારા આયોજીત એન્ટી
ઈસ્લામ પ્રદર્શનનો મુકાબલો કરવા મોટી સંખ્યા વિરોધીઓ એકત્રિત થયા હતા. આ ઉપરાંત રમજાન
મહિનામાં પ્રદર્શન થતા માહોલ વધારે સંવેદનશીલ બન્યો હતો.