ઝ-20 વર્લ્ડ કપ ફાઇનલમાં સંપૂર્ણ વર્ચસ્વ સાથે ન્યુઝીલેન્ડ સામે 96 ઐતિહાસિક વિજય
2007માં
ધોની, 2024માં રોહિત અને 2026માં સૂર્યકુમારે ટ્રોફી ઉંચકી લીધી
યજમાન
દેશ તરીકે ખિતાબ જીતનાર ભારત પહેલી ટીમ
ઝ-20
વિશ્વ કપમાં ત્રીજીવાર વિજેતા બનનાર ભારત પહેલી ટીમ
હોળી
પછી દિવાળી : દેશભરમાં આતશી ઉજવણી: વડાપ્રધાન સહિતના મહાનુભાવોની અભિનંદનવર્ષા
બેટધર
પછી બોલરો ત્રાટકયા : સેમસન, અભિષેક અને ઇશાનની અર્ધસદી બાદ બુમરાહની 4 અને અક્ષરની
3 વિકેટ
અમદાવાદ
તા.8: ભારતીય ટીમ સંપૂર્ણ વર્ચસ્વ સાથે ટી-20 વિશ્વ કપ વિજેતા બની છે. અમદાવાદમાં રમાયેલા
ફાઇનલ મુકાબલામાં ટીમ ઇન્ડિયાએ મેચની સાથે કરોડો ભારતવાસીઓના દિલ પણ જીત્યા છે. ખિતાબી
જંગમાં ન્યુઝીલેન્ડ સામે ભારતનો 96 રને એકતરફી વિક્રમી વિજય થયો હતો. આ સાથે જ ટી-20
વિશ્વ કપ ઇતિહાસમાં સતત બીજીવાર ચેમ્પિયન બનનાર ભારત પહેલી ટીમ બની છે. આ ઉપરાંત કોઇ
યજમાન દેશે પહેલીવાર ટી-20 વિશ્વ કપ કબજે કર્યોં છે. વર્ષ 2007, 2024 અને 2026માં ભારત
ટી-20 વિશ્વ કપનું સરતાજ બન્યું છે. ટી-20 વિશ્વ કપ ખિતાબ ત્રણ વખત હાંસલ કરનાર પણ
ભારત પહેલી ટીમ બની છે. બીજી તરફ ન્યુઝીલેન્ડ ટીમનું પહેલીવાર ટી-20 વિશ્વ કપ વિજેતા
બનવાનું સપનું રોળાયું હતું. ફાઇનલમાં ભારતના પ વિકેટે 2પપ રનના જવાબમાં કિવિઝ ટીમ
19 ઓવરમાં 1પ9 રને ડૂલ થઇ હતી. સેમસન (89), અભિષેક (પ2) અને ઇશાન (પ4)ની અર્ધસદી પછી
બુમરાહે 4 અને અક્ષરે 3 વિકેટ લીધી હતી.
ભારતીય
ટીમની ટ્રોફી સાથે 27.48 કરોડ રૂપિયાનું ઇનામ મળ્યું હતું. જયારે ન્યુઝીલેન્ડ ટીમને
રનર્સઅપ ટ્રોફી સાથે 14.6પ કરોડનું ઇનામ મળ્યું હતું. ટીમ ઈન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન
થયા પછી દેશભરમાં મોડી રાત્રે પણ જીતની ભવ્ય ઉજવણી થઇ હતી. પીએમ મોદી સહિતના રાષ્ટ્રનેતાઓએ
સૂર્યકુમારની ટીમની સિધ્ધિને બિરદાવી હતી. 2023માં અમદાવાદમાં વન ડે વર્લ્ડ કપની ઓસ્ટ્રેલિયા
સામેની હારનો લાંબા સમયનો વસવસો આજે ટીમ ઇન્ડિયાએ વિજય સાથે સમાપ્ત કર્યો હતો.
(વિસ્તૃત
અહેવાલ 11મા પાના પર)