• સોમવાર, 09 માર્ચ, 2026

પંજાબમાં આપનો ચૂંટણી દાવ : મહિલાઓને માસિક એક હજાર આ બજેટ મા-દીકરીઓને સમર્પિત : નાણામંત્રી હરપાલ ચીમા

ચંદીગઢ, તા. 8 : પંજાબમાં આપ સરકારે ચૂંટણી દાવ ખેલતાં મહિલાઓને માસિક રૂા. એક હજાર આપવાનું એલાન કર્યું હતું. નાણામંત્રી હરપાલ ચીમાએ રવિવારે રજૂ કરેલા રૂા. 2,60,437 કરોડના બજેટમાં મહિલાઓ, ખેડૂતો, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્ર માટે મહત્ત્વની ઘોષણાઓ કરી હતી.

આ તકે નાણામંત્રીએ હરિયાણા સરકાર પણ કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે, ત્યાંની સરકારે આવક પર મર્યાદા મૂકી દેતાં માત્ર 20 ટકા મહિલાઓને જ લાભ મળ્યો, પણ અમે જુમલાબાજી નથી કરતા.

એક મીડિયા હેવાલ મુજબ, બજેટની શરૂઆતે જ નાણામંત્રીએ કહ્યું હતું કે, આ બજેટ મા-દીકરીઓને સમર્પિત છે અને તેનું નામ ગેરંટી પૂર્ણ કરનારું બજેટ રાખું છું. છેલ્લે મહિલાઓ માટે માસિક એક હજાર દેવાની યોજના ‘મુખ્યમંત્રી માવાં-ધીયાં’ સત્કાર લોન્ચ કરી હતી. હરપાલ ચીમાએ વધુમાં કહ્યું હતું કે, 18 વર્ષથી મોટી ઉમરની મહિલાઓને એક હજાર રૂપિયા મહિને મળશે. જો કે, એસસી વર્ગની મહિલાઓ માટે આ રકમ 1500 રૂપિયા રખાઈ હતી. તેમણે જણાવ્યું હતું કે, આ યોજનામાં પંજાબની 97 ટકા મહિલાનો સમાવેશ થઈ જશે. તે ઉપરાંત 9300 કરોડનું ફંડ પણ રખાયું છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

બગવદર કિંદરખેડા રોડ પર બે કાર વચ્ચે અકસ્માત, યુવક સહિત ત્રણ ઘાયલ March 09, Mon, 2026