ઓફલાઇન
યાત્રીઓની પણ વીમાની સુવિધા 27 ઓક્ટોબરથી લાગુ કરવા સુપ્રીમનો રેલવેને આદેશ
નવી
દિલ્હી, તા. 14 : હવે કાઉન્ટર પરથી રેલવે ટિકિટનું રિઝર્વેશન કરાવવા પર પણ યાત્રીઓ
વીમો લઇ શકશે. સુપ્રીમ કોર્ટે ભારતીય રેલવેને આવો આદશે આપ્યો હતો. સાથે 27મી ઓક્ટોબરથી
અમલ કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો.
ન્યાયમૂર્તિ
અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને આર. મહાદેવનની ખંડપીઠે આ ફેંસલો આપ્યો હતો. અત્યારે માત્ર
ઓનલાઇન ટિકિટ બુક કરાવનાર યાત્રીઓને જ વીમો મળે છે.
ઓફલાઇન
એટલે કે કાઉન્ટર પરથી ટિકિટ લેવામાં પણ આ સુવિધા ઓનલાઇન રિઝર્વેશનની જેમ જ વૈકલ્પિક
રહેશે.
જૂન
2023માં ઓરિસ્સામાં સર્જાયેલી ટ્રેન દુર્ઘટના બાદ અદાલતમાં એક અરજી કરાઇ હતી, જેમાં
એવી માંગ કરાઇ હતી કે આવા અકસ્માત રોકતી સિસ્ટમ ટ્રેનોમાં મૂકવી જોઇએ.
મામલાની
ગંભીરતા જોતાં કોર્ટે યાત્રીઓની પૂર્ણ સુરક્ષા માટે સ્ટેશનો પર ફૂટ ઓવરબ્રિજ, બારીમાંથી
ટિકિટ લેનારા યાત્રીઓને વીમાની સુવિધા ન મળવા જેવા જરૂરી મુદ્દા પણ તેમાં સામેલ કરી
દીધા હતા.
સુપ્રીમ
કોર્ટે આજે કહ્યું હતું કે, સામાન્ય યાત્રી વધુ પડતા સ્ટેશન કાઉન્ટર પરથી ટિકિટ લેતા
હોય છે. રેલવેને આવા યાત્રીઓ માટે વીમાની વ્યવસ્થા કરવાનો ઘણો સમય અપાયો હતો, પરંતુ
કોઇ કામ નથી થયું.
આમ,
હવે 27 ઓક્ટોબર 2026થી સ્ટેશન કાઉન્ટરની દરેક ટિકિટ પર પણ ઓનલાઇન જેમ વીમાનો વિકલ્પ
આપવો ફરજિયાત કરી દેવાયો છે. ટ્રેન પાટા પરથી ઉતરવી, બે ટ્રેનની ટક્કર, આતંકી હુમલા
જેવી ઘટનામાં યાત્રી અંગ ખોઇ બેસે, ગંભીર ઇજા કે મોત થવાની સ્થિતિ પર વીમાના પૈસા મળશે.