વિપક્ષી નેતાઓની રાહુલ ગાંધીનાં નિવાસે બેઠક ઃ લડવું પડે ત્યાં સુધી ઝઝૂમવાની તૈયારી
નવી દિલ્હી,
તા.13ઃ
ચૂંટણી પંચ
અને મુખ્ય
ચૂંટણી કમિશનર
આરપારની લડાઈ
છેડનાર લોકસભામાં
વિપક્ષના નેતા
રાહુલ ગાંધીએ
આજે તેમના
નિવાસસ્થાને ઈન્ડિયા
ગઠબંધનના નેતાઓ,
વિદ્યાર્થી સંગઠનો
અને નાગરિક
સમાજના સભ્યોને
ચા પર
આમંત્રિત કર્યા
હતા. જેમાં
આંદોલનને આગળ
ધપાવવાની રણનીતિ
અંગે ચર્ચા-િવચારણા
કરવામાં આવી
હતી.
રાહુલ ગાંધીના
5, સુનહરી બાગ
રોડ સ્થિત
નિવાસસ્થાને હાજર
રહેલા નેતાઓમાં
રાજદના તેજસ્વી
યાદવ અને
મનોજ ઝા,
મહુઆ માઝી
(જેએમએમ), હરિન્દ્ર
મલિક, આનંદ
ભદૌરિયા અને
મોહિબુલ્લાહ નદવી
(સપા), એમ.એ.
બેબી (સીપીઆઈ-એમ),
ડી. રાજા
અને પી.
સંતોષ કુમાર
(સીપીઆઈ), આઈસાનાં
પ્રમુખ નેહા
બોરા, દીપાંકર
ભટ્ટાચાર્ય (સીપીઆઈ-એમએલ)
અને મહુઆ
મોઇત્રા (તૃણમૂલ
કોંગ્રેસ) સામેલ
હતાં.
આ બેઠકમાં
કોંગ્રેસના અધ્યક્ષ
મલ્લિકાર્જુન ખડગે
અને કોંગ્રેસ
સંસદીય પક્ષનાં
પ્રમુખ સોનિયા
ગાંધી ઉપરાંત,
પક્ષના નેતાઓ
કે.સી.
વેણુગોપાલ, જયરામ
રમેશ, શશી
થરૂર અને
પવન ખેડા
પણ હાજર
રહ્યા હતા.
બેઠક બાદ
પ્રેસ કોન્ફરન્સમાં
રાહુલ ગાંધીએ
કહ્યું હતું
કે, અમે
બધા અહીં
એકસાથે ઊભા
છીએ. અમારા
વિરોધ પ્રદર્શનનો
એક જ
ઉદ્દેશ્ય છે,
લોકતંત્રને બચાવવું.
અમે એકજૂથ
થઈને લડી
રહ્યા છીએ.
અમે દેશમાં
લોકતંત્ર ફરી
સ્થાપિત કરીશું.
લોકતંત્રમાં પોતાના
વિચારો વ્યક્ત
કરવા માટે
જંતર-મંતર
એક માધ્યમ
હતું, પરંતુ
હવે સરકારે
નક્કી કર્યું
છે કે
લોકશાહી ભાવનાઓ
વ્યક્ત કરવા
માટે જંતર-મંતરનો
ઉપયોગ કરી
શકાશે નહીં.
અમે આ
વિચારધારાને પડકારવાના
છીએ. મિસ્ટર
મોદી આના
મુખ્ય સૂત્રધાર
છે, જેનો
અમલ મિસ્ટર
અમિત શાહ
કરાવે છે
અને મિસ્ટર
જ્ઞાનેશ કુમાર
અને અન્ય
લોકોએ હવે
સમજવું પડશે
કે હવે
તેમની સામે
સકંજો કસાઈ
રહ્યો છે.
ભારતીય બંધારણને
નષ્ટ કરીને
કોઈ સરળતાથી
છટકી શકશે
નહીં. અમે
અહી અટકવાના
નથી અને
આ લડાઈ
જ્યાં સુધી
ચાલશે ત્યાં
સુધી લડવામાં
આવશે.
રાજદના
નેતા તેજસ્વી
યાદવે કહ્યું
હતું કે,
બધા જાણે
છે કે
જ્ઞાનેશ કુમાર
ગુપ્તાએ લોકતંત્રને
કચડી નાખવાનો
કેવો પ્રયાસ
કર્યો છે.
આ સ્પષ્ટપણે
ભાજપ, અમિત
શાહ અને
મોદીજીનું કાવતરું
છે. લોકતંત્રને
બચાવવાના અમારા
સંકલ્પમાં અમે
એકજૂથ છીએ
અને તેના
માટે જે
પણ બલિદાન
આપવું પડશે,
તે આપવા
તૈયાર છીએ.
સાંસદ સુપ્રિયા
સુળેએ કહ્યું
હતું કે,
આ દેશમાં
બંધારણને નબળું
પાડવામાં આવ્યું
છે અને
તે હજી
પણ જોખમમાં
છે. ભારતરત્ન
ડૉ. બાબાસાહેબ
આંબેડકરે બંધારણ
દ્વારા તમામ
ભારતીયોને જે
અધિકારો આપ્યા
છે, તેમની
રક્ષા માટે
અમે અમારું
આંદોલન ચાલુ
રાખીશું.