• ગુરુવાર, 15 ઑક્ટોબર, 2026

વડોદરામાં સસ્તી લોન આપવાના બહાને ઠગાઈ આચરતા બે શખસ ઝડપાયા

વડોદરા, તા.14: વડોદરાના બે અલગ-અલગ નાગરિકોને સસ્તી કે સરળ લોન અપાવવાની લાલચ આપીને આરોપીઓએ કુલ 18.38 લાખ અને 5.29 લાખની રકમ પડાવી લીધી હતી. આ મામલે સાયબર ક્રાઇમ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી દિલ્હી સુધી પહોંચી આ રેકેટનું પગેરું મેળવ્યું હતું. સાયબર ક્રાઇમ પોલીસે દિલ્હીમાંથી જિતેન્દ્રકુમાર લાલચંદ મૌર્ય અને અભિષેકકુમાર હેમલકુમાર નામના બે આરોપીને દબોચી લીધા છે. વડોદરા સાયબર ક્રાઇમના એસ.પી. એમ.એમ. રાજપૂતે જણાવ્યું હતું કે, પોલીસ તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી 7 મોબાઈલ, 2 લેપટોપ, 2 રાઉટર અને 5 સિમ કાર્ડ સહિતનો શંકાસ્પદ તથા ટેકનિકલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક