બેન્કિંગ જગતનો સૌથી મોટો બદલાવ ઃ 52.87 કરોડનો સોદો છે
નવી દિલ્હી, તા. 14 ઃ ભારત દેશના બેન્કિંગ ક્ષેત્રમાં અત્યાર સુધીનો સૌથી મોટો બદદલાવ જોવા મળશે. કેન્દ્ર સરકારે બુધવારે આઈડીબીઆઈ બેન્કમાં પોતાની મોટી હિસ્સેદારી વેંચવાનો નિર્ણય કર્યો હતો. આ સોદાની કુલ્લ કિંમત 52,68.08 કરોડ રૂપિયા છે. સરકાર પોતાની 30.48 ટકા હિસ્સેદારી વેંચશે અને ભારતિય જીવન વીમા નિગમ (એલઆઈસી) પોતાની 30.24 ટકા હિસ્સેદારી વેંચશે. કેબિનેટની આર્થિક બાબતોની સમિતિએ બેન્કની રણનીતિક પુનઃ રચનાને મંજુરી આપતાં કુલ્લ 60.72 ટકા હિસ્સેદારી કેનેડાની કંપની ફેરફેક્સ ફાઈનાશિયલ હોલ્ડિંગ્સની સાથી કંપની કેનેડા ઈન્કને વેંચવાની મંજુરી આપી દીધી હતી.
આ સોદો પુરો થયા બાદ સરકાર પાસે આ બેન્કની 15 ટકા અને એલઆઈસી પાસે 19 ટકા હિસ્સેદારી બચશે. ઉતલબ એ થયો કે, આઈડીબીઆઈ બેન્કમાં સરકારની કુલ્લ 34 ટકા હિસ્સેદારી રહેશે.
બાંકિંગ નિષ્ણાત અશ્વની રાણાએ લલ્લાન્ટોપને જણાવ્યું હતું કે, ‘જેમ આપણે જાણીએ છીએ, 51% હિસ્સો વેચ્યા પછી, કોઈપણ કંપનીનું નિયંત્રણ નવા માલિક પાસે જાય છે. આમ, આ ભારતીય સરકારી માલિકીની બેંક હવે કેનેડાના ફેરફેક્સ ગ્રુપના નિયંત્રણ હેઠળ હશે.’
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે એકવાર આ સોદો પૂર્ણ થઈ ગયા પછી, તે ભારતના નાણાકીય ક્ષેત્રમાં અત્યાર સુધીનું સૌથી મોટું વિદેશી પ્રત્યક્ષ રોકાણ (િઉઈં) હશે. ઈંઉઇઈં બેંકની સ્થાપના 1964 માં એક વિકાસ નાણાકીય સંસ્થા તરીકે કરવામાં આવી હતી. તેને 2004 માં વાણિજ્યિક બેંકમાં રૂપાંતરિત કરવામાં આવી હતી. છઇઈં એ 21 જાન્યુઆરી, 2019 થી તેને ખાનગી ક્ષેત્રની બેંક તરીકે વર્ગીકૃત કરી છે, જ્યારે 2019 થી સરકારનો હિસ્સો 51% થી નીચે રહ્યો છે.
દિવ્યાંગોને હવે જન્મથી જ પેન્શન મળશે
નવી દિલ્હી, તા. 14 ઃ કેન્દ્ર સરકારે બુધવાર દિવાળીથી પહેલાં ભારતીય રેલવેના લગભગ 11.40 લાખ કર્મચારીને 78 દિવસનું બોનસ આપવાની મંજૂરી આપી હતી. આ ફેંસલાથી સરકારી ખજાનામાંથી બે લાભ કરોડ રૂપિયાથી વધુ ખર્ચ થશે. સાથોસાથ અન્ય બે મહત્ત્વના ફેંસલામાં દિવ્યાંગોને જન્મથી જ પેન્શન મળશે અને સામાજિક સહાયતા યોજના પાંચ વર્ષ સુધી જારી રહેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને આજે મળેલી કેન્દ્રીય પ્રધાન મંડળ (કેબિનેટ)ની બેઠકમાં આ ત્રણ મહત્ત્વના ફેંસલા લેવાયા હતા.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટ બેઠક બાદ જણાવ્યું હતું કે, લોકો પરિવારો સાથે તહેવાર ઊજવતા હોય છે, ત્યારે પણ રેલવે કર્મચારીઓ ટ્રેક, એન્જિન અને વર્કશોપમાં ફરજ બજાવતા હોય છે.
દેશના 11 લાખ 40 હજાર કર્મચારીને તેમની મહેનતના ફળરૂપે 78 દિવસનું ઉત્પાદનતા આધારિત બોનસ આપવાનો નિર્ણય લેવાયો છે. બીજા મહત્ત્વના નિર્ણયરૂપે દિવ્યાંગ પેન્શન યોજના હેઠળ હવે શૂન્યથી 79 વર્ષની વયના લાભાર્થીઓને 375 રૂપિયા અને 80 વર્ષથી વધુ વયના લોકોને 625 રૂપિયાની સહાય મળશે.
યોજનાનો લાભ લેવા માટે દિવ્યાંગતાની કમસે કમ સીમા 80 ટકામાંથી ઘટાડીને 40 ટકા કરી દેવાઈ છે. સાથોસાથ પેન્શન માટે ન્યૂનત્તમ ઉમરની શરત જન્મથી જ લાગુ થશે.
નવા નિયમો, પાત્રતા અને લાભાર્થીઓની સંખ્યા સાથે જોડાયેલા દિશા-િનર્દેશ આગામી ત્રણ મહિનામાં જારી કરાશે.
એ સિવાય કેબિનેટ બેઠકમાં રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ 2026-27થી 2030-31 સુધી એટલે કે, પાંચ વર્ષ સુધી જારી રાખવા માટે મંજૂરી અપાઈ છે.
આ યોજના માટે સરકારે 53 હજાર કરોડથી વધુ 53,428 કરોડનું બજેટ નક્કી કર્યું છે. દેશના લગભગ 3.20 કરોડ લાભાર્થીને આ યોજનાનો લાભ મળશે.
આ યોજનાનું નામ બદલીને પ્રધાનમંત્રી સામાજિક સહાયતા યોજના કરાશે. એ જ રીતે બુઝુર્ગોની યોજનાનું નામ પ્રધાનમંત્રી વૃદ્ધાવસ્થા પેન્શન યોજના કરાશે.