• ગુરુવાર, 15 ઑક્ટોબર, 2026

જોશ હેઝલવૂડે સૌથી વધુ ટેસ્ટ વિકેટ મામલે બ્રેટ લીને પાછળ છોડયો

-ડરબન ટેસ્ટની બીજી ઇનિંગમાં છ વિકેટ લઈને ઝહીર ખાન અને ઇશાન્ત શર્માની બરાબરી કરી

ડરબન, તા. 14 : ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0થી બઢત બનાવી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ ડરબનનાં મેદાનમાં રમાયેલા પહેલા ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાને 214 રને હરાવ્યું હતું. આ મેચમાં ઓસ્ટ્રેલિયન બોલર જોશ હેઝલવૂડે કમાલ કરી હતી. તેણે દક્ષિણ આફ્રિકાની બીજી ઇનિંગમાં 49 રન આપીને છ વિકેટ લીધી હતી. જે હેઝલવૂડનું ટેસ્ટ કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. હેઝલવૂડે મંગળવારે બાકી રહેલી છમાંથી ચાર વિકેટે લીધી હતી અને 15મી વખત પાંચ વિકેટ હોલ પણ કર્યો હતો. હેઝલવૂડે ડરબન ટેસ્ટમાં કુલ 8 વિકેટ લીધી હતી.

હેઝલવૂડ 79 ટેસ્ટ મેચમાં અત્યારસુધીમાં 311 શિકાર કરી ચૂક્યો છે. તેણે ડિસેમ્બર 2014માં ડેબ્યૂ કર્યું હતું. હેઝલવૂડ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે વિકેટ લેનારા બેટ્સમેનોની યાદીમાં સંયુક્ત રૂપે 35મા ક્રમાંકે પહોંચી ગયો છે. તેણે ઝહીર ખાન અને ઇશાન્ત શર્માની બરાબરી કરી છે. હેઝલવૂડે યાદીમાં બ્રેટ લીને પછાડયો છે. બ્રેટ લીએ 76 મુકાબલામાં 310 શિકાર કર્યા હતા. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે વિકેટ લેવાનો રેકોર્ડ શ્રીલંકાના મુથૈયા મુરલીધરનનાં નામે છે. જેણે 133 ટેસ્ટમાં 800 વિકેટ લીધી છે. ઓસ્ટ્રેલિયન દિગ્ગજ શેન વોર્નનાં નામે 708 વિકેટ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક