બાબરા,
તા.14: બાબરા તાલુકાના દરેડ ગામના એક યુવક સામે સગીરાને વારંવાર પીછો કરી, પરિવારજનોને
જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધવા તેમજ સગીરાના બિભત્સ
ફોટા પાડી તેને વાયરલ કરવાની ધમકી આપવાના ગંભીર આરોપસર કરણ રાજાભાઈ ગરૈય સામે પોક્સો
સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદમાં મુજબ, વર્ષ 2018થી તા.13 ઓગસ્ટ
2026 સુધીના સમયગાળા દરમિયાન દરેડ તથા બાબરા ગામે આરોપીએ ભોગ બનનાર સગીર વયની હોવાનું
જાણતા હોવા છતાં સગીરાના ભાઈ અને પિતાને મારી નાખવાની ધમકી આપી તેને બાઈક પર લઈ જઈ
બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યાનો તેમજ તેના મોબાઇલમાં બિભત્સ ફોટા પાડી લીધાનો
આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સગીરાના ફોટા તેના પરિવારજનોને બતાવી દેવાની અને
સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપ્યાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.