• ગુરુવાર, 15 ઑક્ટોબર, 2026

10 રૂપિયાનાં સિક્કાનો કોથળો લઈને સ્કુટર ખરીદવા પહોંચ્યા પાદરી !

એક-એક રૂપિયો બચાવીને પણ મોટા સપનાં સાકાર કરી શકાય છે. તેલંગણના એક ચર્ચના પાદરીએ આવું જ કંઈક કરી બતાવ્યું છે. તેમણે એક અનોખો દાખલો બેસાડÎો છે. 51 વર્ષના ચર્ચ પાદરી બી. રવિ જોસેફ રોયલ એનફિલ્ડ બુલેટ ખરીદવા માગતા હતા પરંતુ પૈસાની તંગીને કારણે તેઓ બુલેટ ખરીદી શકતા નહોતા. ત્યારબાદ તેમણે વિચાર્યું કે બુલેટ નહીં તો એક્ટિવા જ ખરીદી લેવું પરંતુ તેમની પાસે એક્ટિવા ખરીદવા માટે પણ પૂરતા પૈસા નહોતા. આખરે તેમણે આયોજનબદ્ધ રીતે બચત કરવાનું શરૂ કર્યું. પોતાનું સપનું પૂરું કરવા માટે પાદરીએ 10 રૂપિયાના સિક્કા ભેગા કરવાનું શરૂ કર્યું. પાદરી જોસેફે 10 અૉક્ટોબર, 2023ના રોજ સિક્કા ભેગા કરવાનું શરૂ કર્યું હતું. તેઓ રાજિંદી ખરીદી દરમિયાન મળતા દરેક 10 રૂપિયાના સિક્કાને અલગ રાખી દેતા હતા. આ રીતે ત્રણ વર્ષ સુધી બચત કર્યા પછી આખરે એ દિવસ આવી ગયો, જ્યારે તેમની પાસે પોતાની સવા લાખની એક્ટિવા હતી. જ્યારે જોસેફ ભેગા કરેલા સિક્કાનો કોથળો લઈને હોન્ડા મોટર્સના શોરૂમમાં પહોંચ્યા, ત્યારે ત્યાંના કર્મચારીઓ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે આ 1.23 લાખ રૂપિયાનાં સિક્કા ગણવામાં તેમને લગભગ બે કલાક લાગ્યા હતાં. આ અનોખી રીતે પેમેન્ટ કરવાની ઘટના શોરૂમના કર્મચારીઓ અને સ્થાનિક લોકોમાં ચર્ચાનો વિષય બની ગઈ હતી.

ઇ-પેપરના નવા શુલ્ક