2029થી
કાર-SUVમાં અમલ સાથે ઉત્સર્જન નિયમ અમલી
થશે
નવી
દિલ્હી, તા. 14 : દેશમાં વધતાં વાયુ પ્રદૂષણ અને વાહનોની વધતી સંખ્યા વચ્ચે કેન્દ્ર
સરકારે વાહનોમાં બીએસ-સેવન (ભારત સ્ટેજ સેવન) ઉત્સર્જન નિયમ લાગુ કરવાની તૈયારી કરી
છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે આ માટેની પ્રસ્તાવિત સમય સીમાને મંજૂરી આપી
છે અને એપ્રિલ 2029થી નવી કાર અને એસયુવીમાં તેનો સર્વપ્રથમ અમલ કરવામાં આવશે અને
2035 સુધી છ તબક્કામાં તેને પૂર્ણ રીતે લાગુ કરાશે એમ સૂત્રોએ જણાવ્યું હતું.
આ નવા
નિયમ વૈશ્વિકસ્તરે લાગુ થઇ રહેલા યુરો-સેવન નિયમોને અનુરૂપ છે. તેનો સીધો હેતુ નાઇટ્રોજન
ઓકસાઇડ, હાઇડ્રોકાર્બન અને પાર્ટિકયુલેટ મૈટર (પીએમ) જેવાં હાનિકારક તત્ત્વોને હવામાં
ભળતા અટકાવવાનો છે.
ઉલ્લેખનીય
છે કે 2020માં ભારતે બીએસ-ફોરમાંથી સીધું બીએસ-સિકસ અપનાવ્યું હતું. તે વખતે તેલ રિફાઇનરીઓને
ઇંધણ (પેટ્રોલ અને ડીઝલ)ની ફોર્મ્યુલા બદલવા માટે અબજો રૂપિયાનું રોકાણ કરવું પડયું
હતું. જોકે બીએસ-સેવનમાં તેવું થશે નહીં.
બીએસ-સિકસની
જેમ આ વખતે અચાનક બધું બદલાશે નહીં. આ વખતે વાહન નિર્માતા કંપનીઓ અને ટેસ્ટિંગ એજન્સીઓને
તૈયારીનો પૂરતો સમય આપવામાં આવશે.
આ વખતે
પેટ્રોલ અને ડીઝલના ફોર્મ્યુલમાં કોઇ મોટા
ફેરફારની જરૂરત રહેશે નહીં. હવે કંપનીઓને કડક ઉત્સર્જન સીમાઓને પૂરી કરવા માટે પોતાની
એન્જિન ટેકનોલોજી, એકઝોસ્ટ સિસ્ટમ અને કૈટેલિટિક કનવર્ટર જેવી એમિશન કંટ્રોલ ડિવાઇસને
હાઇટેક બનાવવાની રહેશે.