-યુવરાજ
બ્રિગેડ અંતિમ મેચમાં મુશ્કેલીથી 100 રન પાર કરી શકી : વિન્ડિઝ જીત સાથે સેમીફાઇનલમાં
નવી
દિલ્હી, તા. 14 : યુવરાજ સિંહની આગેવાનીની ઇન્ડિયા ચેમ્પિયન્સ વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ
લેજેન્ડ્સ (ડબલ્યૂપીએલ) 2026થી બહાર થઈ છે. ઇન્ડિયા ચેમ્પિયન્સને અંતિમ મેચમાં વેસ્ટ
ઇન્ડિઝે છ વિકેટે હરાવ્યું હતું. યુવરાજ બ્રિગેડ મુશ્કેલીથી 100નો આંકડો પાર કર્યો
હતો. ઇન્ડિયા ચેમ્પિયન્સે નિર્ધારિત 20 ઓવરમાં આઠ વિકેટે 110 રન કર્યા હતા. વિન્ડિઝ
ચેમ્પિયને 14.4 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને લક્ષ્ય સરળતાથી પાર પાડયું હતું.
વેસ્ટ
ઇન્ડિઝ ચેમ્પિયન્સની છ ટીમની ટૂર્નામેન્ટમાં આ ત્રીજી જીત હતી અને સેમીફાઇનલમાં એન્ટ્રી
થઈ ચૂકી છે. વેસ્ટ ઇન્ડિઝનાં ખાતામાં પાંચ મેચમાં છ અંક છે. ઇન્ડિયા ચેમ્પિયન્સને સતત
ચોથી હારનો સામનો કરવો પડયો હતો અને પાંચ મેચમાં બે અંક હતા તેમજ પોઇન્ટ ટેબલમાં પાંચમા
સ્થાને હતી. ઇન્ડિયા ચેમ્પિયન્સને એકમાત્ર જીત માત્ર ઓસ્ટ્રેલિયા સામે મળી હતી.
વિન્ડિઝ
સામે ટોસ ગુમાવીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી અને
પૂરી ટીમ 20 ઓવરમાં 110 રન જ કરી શકી હતી. જેના જવાબમાં વિન્ડિઝની શરૂઆત તો ખરાબ રહી
હતી પણ બાદમાં ચેડવિક વોલ્ટને ધુંઆધાર બેટિંગ કરતા લેંડલ સિમન્સ સાથે બીજી વિકેટ માટે
65 રનની ભાગીદારી કરી હતી. વોલ્ટને 60 રનની ઇનિંગ રમી હતી અને ટીમને સરળ જીત અપાવી
હતી.