• ગુરુવાર, 15 ઑક્ટોબર, 2026

દિવાળી સુધી ઝગમગશે બજાર ઃ 7 લાખ કરોડનો થશે કારોબાર

કોન્ફેડરેશન અૉફ અૉલ ઇન્ડિયા ટ્રેડર્સનું અનુમાન ઃ ગયા વર્ષનો વિક્રમ તૂટશે

નવી દિલ્હી, તા.14ઃ આ વર્ષે નવરાત્રિથી દિવાળી સુધી સમગ્ર દેશમાં 7 લાખ કરોડ રૂપિયાથી વધુનો વેપાર થવાનો અંદાજ છે. કોન્ફેડરેશન અૉફ અૉલ ઇન્ડિયા ટ્રેડર્સ (કેટ)ના રાષ્ટ્રીય મહામંત્રી અને ચાંદની ચોકના સાંસદ પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું છે કે ગયા વર્ષના રેકોર્ડ વેપારની સરખામણીમાં આ આંકડો આશરે 15થી 18 ટકા વધુ હોઈ શકે છે.

નવરાત્રિ પછી દશેરા, કરવાચોથ, ધનતેરસ, દિવાળી, ગોવર્ધન પૂજા, ભાઈબીજ, છઠ પૂજા, ગુરુ નાનક જયંતિ અને તુલસી વિવાહ જેવા તહેવારો દેશભરમાં મોટા પાયે ઉજવવામાં

આવે છે.

ગયા વર્ષે દિવાળીના અવસરે દેશમાં આશરે 6.05 લાખ કરોડનો રેકોર્ડ વેપાર થયો હતો. તેમાં લગભગ 5.40 લાખ કરોડનો માલસામાનનો વેપાર અને 65,000 કરોડનો સેવા ક્ષેત્રનો વેપાર સામેલ હતો. આ વર્ષે તહેવારોને લગતી પ્રવૃત્તિઓ વધુ વ્યાપક બનવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને કુલ વેપાર 7 લાખ કરોડને પાર કરી શકે છે.

ખંડેલવાલે જણાવ્યું હતું કે આ વર્ષે તહેવારોની અર્થવ્યવસ્થામાં સેવા ક્ષેત્રની ભૂમિકા વધુ મહત્ત્વપૂર્ણ રહેશે. ગયા વર્ષે સેવા ક્ષેત્રમાં આશરે 65,000 કરોડનો વેપાર થયો હતો. તેની સરખામણીમાં આ વર્ષે સેવા ક્ષેત્રના વેપારમાં 20થી 25 ટકા સુધીનો વધારો થવાનો પ્રારંભિક અંદાજ છે. આના આધારે તહેવારોના સમયગાળા દરમિયાન સેવા ક્ષેત્રનો વેપાર આશરે 80,000 કરોડથી 1 લાખ કરોડ સુધી પહોંચી શકે છે.

ઇ-પેપરના નવા શુલ્ક