• શનિવાર, 03 ઑક્ટોબર, 2026

રાજકીય શત્રુતા ભુલાવી મોદી-રાહુલએ જોડયા હાથ

ગાંધીજી અને શાત્રીજીની જન્મજયંતીએ ખડગે સાથે પણ પીએમની વાતચીત

નવી દિલ્હી, તા. 2 : પક્ષ અને વિપક્ષ વચ્ચે રાજકીય હુમલાઓ અને તણાવ વચ્ચે શુક્રવારે સંસદ ભવનમાંથી એક ખૂબ જ રસપ્રદ અને સકારાત્મક વીડિયો સામે આવ્યો છે. મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના અવસરે પીએમ મોદી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી એકસાથે જોવા મળ્યા હતા.

આ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી, ખડગે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ એકબીજાને હાથ જોડીને નમસ્કાર કર્યા હતા. આ સમય દરમિયાન મલ્લિકાર્જુન ખડગે અને પીએમ મોદી વચ્ચે હસતાં-હસતાં વાતચીત થતી પણ નજરે પડી હતી. આ પ્રસંગે પીએમ મોદીની સાથે લોકસભાના સ્પીકર ઓમ બિરલા, ભાજપ અધ્યક્ષ નીતિન નબીન, સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડા અને સંસદીય કાર્યમંત્રી કિરેન રિજ્જુ પણ ઉપસ્થિત રહ્યા હતા. તમામ નેતાઓએ મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ આપી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક