ઉધ્ધવ ઠાકરે ફિલ્મ ડાયરેકટર રાહુલ ધોળકિયા સામે વિરોધ દર્શાવ્યો
નવી
દિલ્હી, તા. 8 : છેલ્લાં 72 વર્ષથી રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારનું આયોજન દિલ્હીમાં થતું
આવ્યું છે. હવે ઇતિહાસમાં પહેલી વખત એવું થશે કે આ પુરસ્કાર સમારોહ ગુજરાતમાં યોજાશે.
આમ દિલ્હીના બદલે સ્થળ બદલીને ગુજરાત કરતાં વિરોધ
ઊઠયો
છે.
શાહરૂખ
ખાનની ફિલ્મ રઇસના નિર્દેશક રાહુલ ધોળકિયાએ ફિલ્મ પુરસ્કારનું સ્થળ બદલવાથી વિરોધ નોંધાવ્યો
હતો. તેમણે જણાવ્યું હતું કે, શા માટે આ પરંપરામાં વિક્ષેપ ઊભો કરાઇ રહ્યો છે. મને
દિલ્હીમાં જ આ કાર્યક્રમ માણવામાં રસ નથી, પરંતુ ગુજરાત જ શા માટે ? અન્ય રાજ્યો જેમકે
મહારાષ્ટ્ર, હૈદરાબાદ, કેરળ કે તામિલનાડુએ ફિલ્મ ઉદ્યોગમાં પોતાનું યોગદાન આપ્યું છે
તો ત્યાં ન કરી શકાય ?
ગુજરાતના
કેવડિયામાં આયોજિત થનારા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહને લઇને શિવસેન (યુબીટી)ના
પ્રમુખ ઉધ્ધવ ઠાકરેએ ભાજપ અને સરકારને નિશાને લીધા હતા, તેમણે કહ્યું હતું કે, વિશ્વકપની
મેચોને ગુજરાતમાં રમાડવામાં આવી, દેશના મોટા પ્રોજેકટને ગુજરાત ટ્રાન્સફર કરવામાં આવ્યો
હતો.
હવે
આ રાષ્ટ્રીય ગૌરવ સાથે જોડાયેલા પણ ગુજરાતમાં લઇ જવામાં આવી રહ્યો છે. શું આપણા દેશમાં
બીજા એવાં રાજ્યો નથી જ્યાં આ કાર્યક્રમ યોજી શકાય ? શા માટે આવું કરાય છે.
ઉધ્ધવ
જૂથના વરિષ્ઠ નેતા સંજય રાઉતે પણ આ અંગે તેખી ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, કેન્દ્ર
સરકાર દેશની સંપત્તિ અને રાષ્ટ્રીય ગૌરવના પ્રતીકોને ફક્ત એક જ રાજ્ય તરફ વાળી રહી
છે શું નરેન્દ્ર મોદી ફકત ગુજરાતના જ વડાપ્રધાન છે ? આ સાથે તેમણે ફિલ્મ ઉદ્યોગ સાથે
સંકળાયેલા કલાકરોને પણ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહનો બહિષ્કાર કરવા જણાવ્યું હતું.