• મંગળવાર, 08 સપ્ટેમ્બર, 2026

અમદાવાદમાં રિક્ષાચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી, મુસાફરોને અધવચ્ચે ઉતારાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા. 7 અમદાવાદ શહેરમાં 7થી 10 સપ્ટેમ્બર દરમિયાન રિક્ષા અને ટેક્સી એસોસિએશન દ્વારા ઓનલાઈન કંપનીઓની મનમાની, લઘુત્તમ ભાડું નક્કી કરવા અને ગેરકાયદે બાઈક ટેક્સી બંધ કરવાની માંગ સાથે ચાર દિવસની હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. જોકે હડતાળના પ્રથમ દિવસે અમદાવાદમાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. કેટલાક રિક્ષાચાલકોએ હડતાળમાં જોડાવા માટે અન્ય રિક્ષાચાલકો પર દબાણ કર્યું હોવાના તેમજ મુસાફરોને અધવચ્ચે ઉતારી દેવાયાના આક્ષેપો થયા છેસંગઠનનો દાવો છે કે બે લાખથી વધુ રિક્ષા અને 70 હજારથી વધુ ટેક્સી હડતાળમાં જોડાઈ છે. માગણીઓ નહીં સંતોષાય તો રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છેશહેરમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે બીઆરટીએસને મોટો ફાયદો થયો છે.

ઇ-પેપરના નવા શુલ્ક