ડોળાસાની જેન્સી કાનાબારે એક
કઝાકિસ્તાનમાં રમાયેલ જૂ. ટેનિસ સ્પર્ધામાં ચેમ્પિયન
ડોળાસા, તા.7ઃ કોડીનાર તાલુકાના ડોળાસા ગામના વતની હાલ જૂનાગઢ, ઝંઝરડા રોડ રહેતા દીપકભાઈ બાલુભાઇ કાનાબારની માત્ર 14 વર્ષની
દીકરી જેન્સી કાનાબારે વિશ્વ કક્ષાની વધુ એક ટેનિક ટૂર્નામેન્ટ જીતી છે. જેન્સીએ એક વર્ષમાં આ બીજું ટાઇટલ જીત્યું છે.
તાજેતરમાં કઝાકિસ્તાનના અસ્તાન ખાતે યોજાયેલી વિશ્વ લેવલની ટેનિસ ટૂર્નામેન્ટની ફાઇનલમાં જાપાનની ટેનિસ ખેલાડી નાત્સુકી સામે બે કલાકને સતાવન મિનિટ ચાલેલા રોમાંચક મુકાબલા બાદ જીત હાસલ કરી જે-200 ટેનિસ
ટાઇટલ જીતી ગીર સોમનાથ જિલ્લા અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. જાન્યુઆરીમાં જેન્સીએ ઓસ્ટ્રેલિયામાં યોજાયેલી અંડર-14 ટેનિસ
ટૂર્નામેન્ટ જીતી ટેનિસ જગતમાં આગમન કર્યું હતું. હવે વિશ્વ લેવલનું બીજું ટાઇટલ જીતી વિશ્વભરના ટેનિસ ખેલાડીઓની રેન્કમાં 32 સ્થાનનો
જમ્પ લગાવી 102ની જગ્યાએ 70મુ સ્થાન હાંસલ કરશે.