નવી દિલ્હી, તા. 7 ઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પેરિસના સ્વામીનારાયણ મંદિરના ઉદ્ઘાટનમાં વર્ચ્યુઅલી જોડાયા હતા. ઉદ્ઘાટન સમારોહ દરમિયાન પીએમ મોદીએ ‘વસુધૈવ કટુંબકમ’ની ભાવનાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, આ મંદિર સદીઓ સુધી બન્ને દેશ વચ્ચે સહયોગ અને અતુટ મિત્રતાનું પ્રતીક બની રહેશે. પીએમ મોદીએ ભારત-ફ્રાન્સ સંબંધોની સરાહના કરતા કહ્યું હતું કે, બન્ને દેશ વચ્ચે રણનીતિક ભાગીદારી વિશેષ રૂપથી મહત્ત્વપૂર્ણ છે કારણ કે ભાગીદારી લાંબા સમયથી ચાલ્યા આવતા સાંસ્કૃતિક અને રાજનીતિક સંબંધોના પાયા ઉપર ટકેલી છે. મોદીએ કહ્યું હતું કે, હાલનાં વર્ષોમાં ભારત અને ફ્રાન્સના સંબંધ નવી ઊંચાઈએ પહોંચ્યા છે.