મુંબઈ, તા.8 : અફઘાનિસ્તાન વિરુદ્ધ 13 સપ્ટેમ્બરથી શરૂ થતી ત્રણ મેચની ટી-20 શ્રેણી અગાઉ ટીમ ઇન્ડિયા માટે રાહતજનક સમાચાર સામે આવ્યા છે. સ્પિન ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર ફિટ જાહેર થયો છે. જો કે હજુ સુધી જસપ્રિત બુમરાહ ફિટ જાહેર થયો નથી. આથી તેની ઉપલબ્ધતા પર હજુ સંશય છે. બુમરાહ ઉપરાંત હર્ષિત રાણા અને નીતિશકુમાર રેડ્ડીએ પણ હજુ સુધી ફિટનેસ ટેસ્ટ ક્લીયર કર્યા નથી. આ ત્રણેયના ફિટનેસ ટેસ્ટ ગુરુવારે બેંગ્લુરુ સ્થિત બીસીસીઆઇના ક્રિકેટ સેન્ટરમાં થશે. આ તમામ ખેલાડી અફઘાનિસ્તાન સામેની શ્રેણીમાં ફિટનેસ ટેસ્ટ પાસ કરવાની શરતે ટીમમાં સમાવેશ કરાયો છે.